ધોરાજીમાં ચેક રિટર્નના ચાલી રહેલ કેસમાં ઉપલેટાના આરોપીને નિર્દોષ છુટકારો આપતી ધોરાજી નામદાર કોર્ટ - At This Time

ધોરાજીમાં ચેક રિટર્નના ચાલી રહેલ કેસમાં ઉપલેટાના આરોપીને નિર્દોષ છુટકારો આપતી ધોરાજી નામદાર કોર્ટ


આરોપી તરફે રોકાયેલ એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલ ચુકાદાને કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કર્યો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૪, ધોરાજીની નામદાર કોર્ટમાં ચાલી રહેલા ચેક રીટર્નના કેસમાં ઉપલેટાના આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા માટેનો હુકમ ધોરાજીની નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ કેસની અંદર રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ રજૂ રાખવામાં આવેલ ચુકાદાઓને ગ્રાહ્ય રાખી ધોરાજીની નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસના આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે.

આ અંગેની માહિતીઓ આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ અને યુવા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે, તેમના ઉપલેટા અસીલ ડાર્વિન અશોકભાઈ નેનુજી રાધે એગ્રો સીડ્સના પ્રોપરાઈટર સામે ધોરાજીના સાગર વિજયભાઈ બાબરિયા, વિકાસ એગ્રો એજન્સીના પ્રોપરાઈટર દ્વારા રૂપિયા ૨,૦૫,૫૩૫/- ની લેણી રકલ બાબતે ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ અન્વયે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે ધોરાજીની નામદાર કોર્ટના એડિશનલ સિવિલ જજ અને જ્યુડી. મેજી.ફ.ક. જજ પ્રિયંકાબેન ગામિતની કોર્ટમાં ફો.કે.નં.૧૧૭૯/૨૦૨૩ થી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો જેમાં ધોરાજી કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે ત્યારે આ કેસમાં એફવઓકેટ તરીકે ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ અને યુવા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા તેમજ એડવોકેટ જયદીપ કુબાવત અને એડવોકેટ અમીષા નેનુજી રોકાયેલ હતા.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો.૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.