દહેગામની મહિલાએ ટ્રેન નીચે પડતું મુકતા ઘટનાસ્થળ પર મોત નીપજ્યું. - At This Time

દહેગામની મહિલાએ ટ્રેન નીચે પડતું મુકતા ઘટનાસ્થળ પર મોત નીપજ્યું.


અગમ્ય કારણોસર પાલૈયા રોડ પર રેલ્વે નીચે પડતું મુકતા મોત નીપજ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અસારવા થી ઈન્દોર જઈ રહેલી ટ્રેન ગાંધી નગર જીલ્લા ના દહેગામ થી પ્રસાર થઈ રહી હતી તે દરમ્યાન પાલૈયા નજીક ટ્રેન ની પટરી ઉપર એક મહીલા આવી જતા મહીલા નું ધટના સ્થળે મોત થયું હતું.જાણવા માં એવું આવી રહ્યું છે કે આ મહિલા નું નામ કાજલ બેન વિપુલ કુમાર દેવી પૂજક છે. આ અકસ્માત ની પૂરી તપાસ દહેગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.જ્યારે આવીજ ઘટના બે દીવસ પહેલાં
દહેગામ તાલુકા ના કલ્યાણજી નાં મુવાડા (ઉદયનગર) ગામ ના રહેવાસી રાવળ અક્ષયકુમાર નિરુભાઈ જેવો જાલીયાના મઢ ફેક્ટરીમાં કામ અર્થે જતા હતા તે સમયે રેલવે ક્રોસ કરતો જયપુર અસારવા ટ્રેન આવી જતો અચાનક ટ્રેન સાથે અકસ્માત તથા મૃત્યુ પામ્યા હતા.દહેગામ થી રખિયાલ ની વચ્ચે બે વ્યક્તિઓના ટ્રેન અકસ્માતથી મૃત્યુ થયા.

*રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.