ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ મ્હે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી હેડ ઓફ પોલીસ ફોર્સ ગુજરાત રાજય, - At This Time

ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ મ્હે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી હેડ ઓફ પોલીસ ફોર્સ ગુજરાત રાજય,


સોમનાથ મરીન પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
તા.૨૩/૦૯/૨૦૨૩

ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ
મ્હે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી હેડ ઓફ પોલીસ ફોર્સ ગુજરાત રાજય, ગાંધીનગરનાઓએ નાગરીકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે કોમ્યુનીટી પોલીસીંગના ભાગ રૂપે ગુજરાત પોલીસ દ્રારા ત્રણ વાત તમારી ત્રણ અમારી ઝુબેશનું આયોજન કરવા જણાવેલ જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, નિલેષ જાજડીયા સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી, મનોહરસિંહ એન. જાડેજા સાહેબ ગીર સોમનાથ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વી.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમનુ આયોજન કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને.
તારીખ ૨૩/૦૯/૨૦૨૩ ના રોજ કલાક ૧૭/૦૦ થી ૧૮/૦૦ સુધી સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એચ.આર.ગોસ્વામી તથા સોમનાથ મરીન પો.સ્ટે. સ્ટાફ સાથે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના આગેવાનો સાથે સોમનાથ મરીન પો.સ્ટે.ખાતે ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં કુલ ૫૫ જેટલા અલગ અલગ ધર્મ જ્ઞાતી સમુદાય લીંગ ભીનભીન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરીકો તથા આગેવાનો હાજર રહેલ હતા. તેમજ સોમનાથ મરીન પો.સ્ટે.ના આદ્રી ઓપી ભાગ-૦૧ વિસ્તારના આદ્રી ગામે મહાકાળી મંદિરના હોલ ખાતે સોમનાથ મરીન પો.સ્ટે.ના પો.હેઙ.કોન્સ.સંજયભાઇ લખમણભાઇ સોલંકી તથા પો.સ્ટાફ સાથે ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં આદ્રી ઓપી ભાગ-૦૧ બીટ વિસ્તારમાં આવતા ગામડાઓના આગેવાનો તથા ગ્રામજનો કુલ – ૩૦ હાજર રહેલ તેમજ આદ્રી ઓપી ભાગ-૦૨ ના બીટ ઇન્ચાર્જ પો.હેઙ.કોન્સ વિનુભાઇ દુર્લભભાઇ ડોડીયા તથા પો.સ્ટાફ. સાથે હિરાકોટ બંદર કોળી સમાજની વડી ખાતે ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં બીટ વિસ્તારમાં આવતા ગામડાઓના આગેવાનો તથા ગ્રામજનો કુલ – ૪૦ હાજર રહેલ હતા જે તમામને બાળકો સાથેના અપરાધ અટકાવીએ, સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ તથા બાળકોએ શુ કરવું જોઇએ,આદેશાત્મક ટ્રાફિક સંજ્ઞાઓ, ટ્રાફિક અવેરનેસ, નશામુકત ગુજરાત અભિયાન તથા નાર્કોટિક ડ્રાગ્સ હેલ્પલાઇન ૧૯૦૮ તથા આત્મહત્યાએ સમસ્યાનું નિવારણ નથી માનસીક સ્વાસ્થ્ય માર્ગદર્શન વિશે આ કાર્યક્રમમાં જાણકારી આપવામાં આવી
ઉપરોકત મુજબની “ ત્રણ વાત તમારી ત્રણ અમારી ” કાર્યક્રમમાં પોલીસ અને નાગરીકો વચ્ચે એકાત્મતા કેળવાય બંને વચ્ચેના સમન્યવમાં વધારો થાય તેમજ નાગરીકોના પ્રશ્નનું ઝડપી નિરાકરણ આવે અને નાગરીકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખી થયેલ રજુઆતો અંગે નિરાકરણ લાવવા હાજર આગેવાનો તેમજ ગામ લોકોને ખાતરી આપવામાં આવેલ તેમજ પોલીસ તરફથી ત્રણ વાત અંગેની રજુઆત બાબતે મદદરૂપ થવા હાજર આગેવાનો તેમજ પ્રજાજનોએ ખાતરી આપવામાં આવેલ અને આ કાર્યક્રમ પુર્ણ કરવામાં આવેલ છે.

( એચ.આર.ગોસ્વામી )
પોલીસ ઇન્સ્પેકટર
સોમનાથ મરીન પો.સ્ટે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.