ઉપલેટા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આંગણવાડીઓ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

ઉપલેટા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આંગણવાડીઓ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૮ ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટા શહેર અને તાલુકાઓની આંગણવાડીઓમાં વેશભૂષા, રંગોળી પ્રદર્શન, નેશનલ ફ્લેગને લગતા તોરણ પ્રદર્શન, દેશભક્તિને લગતા સુત્રોના કાર્ડ, સહિતના કાર્યક્રમો અને પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.

જે રીતે આપણા ભારત દેશના આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા ઘર ઘર તિરંગા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેને લઈને ઉપલેટાની અનેક આંગણવાડીઓમાં પણ આ કાર્યક્રમોની ઉજવણીઓ થઇ રહી છે.

નાના બાળકોને સારી શિક્ષા મળી રહે અને દેશ ભક્તિ પ્રત્યે જ્ઞાન મેળવે તે હેતુથી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા જેમાં નાના બાળકો દ્વારા વેશભૂસા, રંગોળી સ્પર્ધા , તોરણ સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ સુંદર તિરંગા બનાવતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ તકે ઉપલેટા આઈ.સી.ડી.એસ. નો તમામ સ્ટાફ આ ઉજવણીમાં જોડાયા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon