વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે હોળી-ધૂળેટી દિવ્ય રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંગળા આરતી 5:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા- શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરાયા,તો 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી.
કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરી રંગને સંતો દ્વારા હરિભક્તો પર ઉડાવી ઉજવણી કરવામાં આવી ધુળેટી નિમિતે દાદાને 1 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાવામાં આવેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.