વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર થયેલ પથરાવ અંગે થયેલ મીડીયા વાયરલ સમાચાર બાબતે પોલીસ તપાસ રિપોર્ટ. - At This Time

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર થયેલ પથરાવ અંગે થયેલ મીડીયા વાયરલ સમાચાર બાબતે પોલીસ તપાસ રિપોર્ટ.


તા.૦૭/૧૧/૨૦૨૨ના રોજ ટ્રેન નં. ૨૦૯૦૨ વંદે ભારત એક્સ ટ્રેનમાં AIMIM ના વરિષ્ઠ નેતા
અસદુદ્દીન ઓવૈસી સાહેબ નાઓ અમદાવાદ થી સુરત સુધી મુસાફરી કરી રહેલ તે દરમ્યાન સદર ટ્રેન ઉપર સુરત રેલ્વે સ્ટેશન પહેલા ટ્રેન ઉપર પથ્થરાવ થયેલ હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલ, જે સબંધે બનાવની ગંભીરતા લઈ અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ ગુ.રા અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સા.રાજેશ પરમાર પ.રે.વડોદરા નાઓ દ્વારા તાત્કાલીક ડી.એચ.ગોર ના.પો.અધિક્ષક પ.રે.સુરત તથા જી.એસ.બારીયા. પો.અધિક્ષક પ.રે.વડોદરા નાઓના સંયુક્ત સુપરવિઝન હેઠળ તપાસ આદેશ આપેલ,

જે અનુસંધાને રેલ્વે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર વી.એન.આહીર નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ તથા વડોદરા રે.પો.સ્ટે, એલ.સી.બી પ.રે.વડોદરા/સુરતના અધિકારી/કર્મચારીઓ સાથે આર.પી.એફ ( R.P.F ) સાથે સંકલન રાખી આર.પી.એફ ના અધિકારીઓ સાથે તપાસ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ,

જે બનાવની તપાસમાં હકીકત જાણવા મળેલ કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન અપ રેલ્વે ટ્રેક પર થાંભલા નં. ૩૧૬/૨૯ થી ૩૧૭/૧૫ સુધી રેલ્વે ટ્રેક સમારકામ માટે કોશન ઓર્ડર આપવામાં આવેલ જેથી આ સમયે ડાઉન ટ્રેક ઉપરથી ટ્રેન નં.૧૨૯૨૫ પશ્ચિમ એક્સ ટ્રેન તેજ ગતિએ પસાર થતી હતી તે જ વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અપ લાઇન ઉપર આવતી હોય તે દરમ્યાન ટ્રેક ઉપરના પથ્થર ધ્રુજારીના કારણે ઉછળી વંદે ભારત એક્સ ટ્રેનના કોચ નં ઇ-૦૨ (બોગી નં.૨૨૩૭૮૨) ના મધ્ય ભાગે આવેલ બારીના કાચ ઉપર આકસ્મીક રીતે વાગતા કાચમાં સામાન્ય તિરાડ પડેલ હોવાનું તપાસ આધારે ફલિત થયેલ છે અને આ બનાવમાં કોઈ વ્યક્તિને ઇંજા થયેલ નથી અને આ બનાવમાં કોઈ કાવતરૂ કે માનવીય દ્વેષ ભાવના જણાય આવેલ નથી અને આ અંગે વધુ તપાસ ડી.એચ.ગોર ના.પો.અધિક્ષક ૫.રે. સુરતનાઓ કરી રહેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon