દારૂના અને મારામારીના ગુન્હામાં ૪ માસથી નાસતા ફરતા આરોપી ને પાંડાવદર ગામેથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.
કમલાબાગ અને બગવદર પોસ્ટેમાં દારૂ અને મારામારી ના ગુન્હામાં લાલશાહી ચાર માસથી નાસતો ફરતો હતો.
ગોસા(ઘેડ)તા. ૩૧/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકા બોરીચા ગામ ના અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં લાલશાહીથી અને બગવદર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસ તા ફરતા શખ્સને પોરબંદર એલ.સી. બી.પોલીસે પોરબંદર ના પાંડાવદર ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને ઇન્ચાર્જ એલ.સી. બી.પો. ઈન્સ. આર. કે. કાંબરીયા એલ.સી.બી. સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ ગોવિંદભાઈ મકવાણા તથા હેડ કોસ્ટેબલ સલીમભાઈ પઠાણ તથા પોલીસ કોસ્ટેબલ દુલાભાઈ ઓડેદરા ને સંયુક્ત રીતે હકીકત મળેલ કે પોરબંદર ભાણવડ તરફ જતા રસ્તે થી પાંડાવદર ગામ જવાના સિમેન્ટના રસ્તે ભગવદર પોલીસ સ્ટેશન ના ગુના રજીસ્ટર નંબર પાર્ટ ૧૧૨૧૮૦૦૩૨૪૦૫૪૦/૨૦૨૪ બી.એન.એસ.ક. ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧)(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪, ૬૧ તથા જી. પી.એ.ક.૧૩૫ મુજબના ગુના ના કામે નાસતા ફરતા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર પાર્ટ સી. ૧૧૨૧૮૦૦૯૨૪૦૪૭/૨૦૨૪ પ્રોહીબિશન ક.૬૬(૧)બી,૬૫ એએ, ૮૧ મુજબના ગુનામાં છેલ્લા ચાર માસથી લાલ શા હીથી નાસતા ફરતા આરોપી કે જે પોરબંદર તાલુકા/જિલ્લાના બોરીચા ગામે રબારી કેડામાં રહેતા વીરા મેપાભાઇ કોડીયાતર ઉ.વ. ૨૮ ને પોરબંદર -ભાણવડ તરફ જતા રસ્તેથી પાંડાવદર ગામ તરફ જવાનાં સિમેન્ટ ના રસ્તે થી પોરબંદર એલ.સી.બી.એ પકડી પાડી ઉપરોક્ત પકડવાના બાકી ગુન્હાઓ સબબ આગળની ધોરણ સરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર તથા તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરુ, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહિતભાઈ વસાવા વગેરે રોકાયા હતા
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.