જે બાબા સાહેબ ના બંધારણ થી ધારાસભ્ય અને મોટા નેતા અને કોર્પોરેટર બન્યા છો તે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવા અવરોધ કરતા નેતાઓ…. મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ. - At This Time

જે બાબા સાહેબ ના બંધારણ થી ધારાસભ્ય અને મોટા નેતા અને કોર્પોરેટર બન્યા છો તે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવા અવરોધ કરતા નેતાઓ…. મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ.


મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર સર્કલ નું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મંજુર કરવામાં આવેલ હોવા છતા કામ માં વિલંબ, રાજકીય દબાણ ને વશ થઈ કામ માં અવરોધ.
રામેશ્વર ચાર રસ્તા મેઘાણીનગર
વિસ્તારમાં એટલે કે રામેશ્વર ચાર રસ્તા પર ડો. બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા મુકવા બાબતે સર્કલ પર કામ ચાલી રહ્યું હતું જે એક અઠવાડિયું કામ ચાલુ રહ્યું પછી હોળી પહેલાંનું કામ બંધ કરી નાખવામાં આવ્યું છે., જે આજ દિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી.અહીં મેઘાણીનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર દ્વારા પોતાની ગ્રાન્ટમાથી મંજુર કરેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તેઓના જન્મદિવસ નિમિતે 14 એપ્રિલ પહેલા થવાનું હતું પરંતુ કોઈ અકળ કારણસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામ બંધ કરવામાં આવેલ છે જે કામ હજુ પણ ચાલુ કરેલ નથી.અમદાવાદ શહેરના કુબેરનગરનાં વોર્ડ નંબર 14 માં મેઘાણીનગર વિસ્તારનાં રામેશ્વર ચાર રસ્તા પર આ વિસ્તારના કાઉન્સિલર શ્રીમતી ઉર્મિલાબેન પરમાર કામિનીબેન તથા નિકુલસિંહ તોમરના સંયુક્ત બજેટ દ્વારા કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ કમિશનરની મંજૂરીથી સર્કલ પાસ કરાવ્યા પછી ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરસાહેબ ની પ્રતિમા મૂકવાની મંજૂરી મળી ગયેલ, હોવા છતાં હોળીની રજાઓ બાદ કોઈ અકળ કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરેલ છે. નીકુલ સિંહ તોમર ઉર્મિલાબેન પરમાર કામિનીબેન આ વિસ્તારના કોર્પોરેટર છે એમને બજેટ ફાળવી હતું.પરંતુ 50% કામ ચાલુ થઈ ગયું હતું એ પછી બંધ કરી નાખવામાં આવ્યું છે. જે તાત્કાલિક ચાલુ કરવા વિંનતી છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર ખાતે આવેલ રામેશ્વર ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ તા. 14/4/2025 ના રોજ રાખવાનું આયોજન કરવામાં આવેલ છે, સમય ખુબ જ ટૂંકો છે અને કામ ખુબજ વધારે છે તાત્કાલિક નિર્ણય લઇ કામ ચાલુ કરાવી આગામી ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી 14 એપ્રિલના રોજ ભવ્ય રીતે ઉજવાય અને તે દિવસે પ્રતિમાનું અનાવરણ થઇ શકેત્તે માટે અંગત રસ લઇ કામ ચાલુ કરાવી, કામ આગળ વધવા અને પૂર્ણ કરવા વિંનતી છે. તેવુ કુબેરનગર વોર્ડ
કોર્પોરેટર શ્રી ઉર્મિલાબેન પરમાર એ જણાવ્યું છે કુબેરનગર વોર્ડ અમદાવાદ
રિપોર્ટ દિનેશ સોલંકી અમદાવાદ કુબેરનગર


9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image