જેતપુર તાલુકાના ચાપરાજપુરમાં વિજ ધાંધિયા સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું
છેલ્લા ત્રણ માસથી વારંવાર વીજ પુરવઠો 24 કલાકમાંથી 12 કલાક જ આવતો હોવાની રાવ.
જેતપુર તાલુકાના ચાપરાજપુર ગામે છેલ્લા ત્રણ માસથી વીજ પુરવઠો વારંવાર ફરવા તો હોય. જેથી ગામના લોકો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર તાલુકાના ચાપરાજપુર ગામમાં છેલ્લા ત્રણ માસથી વીજ પુરવઠો 24 કલાકમાંથી 12 કલાક જ આપવામાં આવતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ જેતપુર પીજીવીસીએલ ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ટેકનિકલ પ્રોબ્લેમને કારણે ગ્રામજનોને સમયસર વીજળી નથી મળી રહ્યા તેવા આક્ષેપો કર્યા હતા. અગાઉ આ વિસ્તારને ભોજાધાર વિસ્તારના ફીડરમાંથી આ ગ્રામના લોકોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. રેલ્વે ક્રોસિંગ લાઈન નીચે કેબલ બ્લાસ્ટ થતા છેલ્લા ત્રણ મહિનાથી આ સમસ્યા સર્જાય છે. હાલ આ વિસ્તારને ત્રણ મહિનાથી આજે દેવકીગાલોલ ફીડરમાંથી હાલ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો હોય. જેથી લોડ ના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. પાવર જવાના પ્રશ્નો છેલ્લા ત્રણ મહિનાથી સર્જાઈ રહ્યા છે અને દિવસ અને રાત્રિમાં કુલ 12 કલાક જ લાઈટ નો પાવર મળી રહ્યો છે. જેથી લોકો પરેશાન બન્યા છે. અને વારંવાર ફોલ્ટ સર્જાતા હોય જેથી લોકોના ઉપકરણો પણ બળી ગયાની ફરિયાદો કરી હતી. આવેદનપત્ર આપી માંગ કરી હતી કે તાત્કાલિક અસરથી ચાપરાજપુર ગામને વીજ પુરવઠો એકધારો મળી રહે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા નવું બની રહેલ ખારચીયા 66 કે.વી. માંથી વીજ પુરવઠો આપવામાં આવે અથવા તો નવું રેલવે ક્રોસિંગ તત્કાલ મંજૂર કરી રાબેતા મુજબ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી હતી તાત્કાલિક અસરથી જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો જે 12 કલાક મળી રહેલ વીજ પુરવઠાની સમસ્ત ગામ વીજબિલ નહિ ભરે તેવી ચીમકી પણ પણ સામૂહિક ઉચ્ચારી હતી.
આ મામલે પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર કાલરીયાએ જણાવ્યું કે ચાપરાજપુર ગામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ચાપરાજપુર રેલવે સ્ટેશન બન્યું એ પહેલા ભોજાધાર વિસ્તારના ફીડરમાંથી પાવર સપ્લાય કરવામાં આવી રહ્યો તો. પરંતુ રેલવે ક્રોસિંગ કનેક્ટેડ કરતો જ્યાં રેલવે ક્રોસિંગનો યુઝી કેબલ ફાઈર થઈ જતા આ ગામને વીજ પુરવઠો બંધ થયો હતો. ફરીવાર રેલ્વે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં સમય વીતતો હોય છે. જેથી આ ગામને વીજ પુરવઠો થાણાગાલોલ ગામ પાસેના ફીડરમાંથી આપવામાં આવી રહ્યો હોય. જે ડિસ્ટન્સ થતું હોય તેમ જ એક સાથે લોડ પડતો હોય જેથી આ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. પીજીવીસીએલ ની ટેકનીકલ ટીમ દ્વારા તાત્કાલિક સમયસર ફોલ્ટ રીપેર કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે માટે પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરે ગ્રામજનોને ખાતરી આપી હતી.
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.