બોટાદ નગરપાલિકા અને ઇન્ડિયન બેન્કના સંયુક્ત ઉપક્રમે પી.એમ.સ્વનિધિ યોજના અન્વયે લોન ધિરાણ કેમ્પ યોજાયો
( અશરફ જાંગડ દ્વારા )
બોટાદ નગરપાલિકા અને ઇન્ડિયન બેન્કના સંયુક્ત ઉપક્રમે પી.એમ.સ્વનિધિ યોજના અન્વયે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા ફેરિયાઓએ ભાગ લીધો હતો. બેંક મેનેજરશ્રી દ્વારા સરકારશ્રીની શહેરી ફેરિયાઓ માટે વિકસાવેલી યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધિરાણ મેળવનારા લાભાર્થીઓની પ્રોફાઈલ કરી અન્ય ૮ યોજનાઓનો લાભ મળશે. આમ, ઇન્ડિયન બેન્કના સહયોગથી હાલ આશરે ૭૦ જેટલી લોન સક્રિય છે ફેરીયાઓને લોન મળતા સ્વરોજગારમાં વધારો થાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં જોડવા સરકાર પ્રયાસરત છે. જેમાં પીએમ સ્વનિધિ જેવી યોજનાઓની મહત્ત્વની ભૂમિકા છે. આ યોજનાથી લાભાર્થીઓના જીવનમાં આવેલુ પરિવર્તન તેની સાર્થકતા દર્શાવે છે. નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશઃ ૧૦, ૨૦ અને ૫૦ હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.