સાયલા ના ગોસળ માં કુવામાં પડેલા ત્રણ પશુઓને રેસ્ક્યુ મદદ થી બહાર કાઢયા.
સાયલા ના ગોસળ ગામના પાદરમાં આવેલ એક કુવામાં ૧ ગાય અને ૨ ખુટ (નંદી) રાત ના સમયે કુવામાં પડી ગયેલ હતાં જેની ગામલોકોને જાણ થતા ગામના સરપંચ રામકુભાઈ ખાચર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે સરપંચ દ્વારા તાત્કાલિક ગામના પશુપ્રેમી લોકો દ્વારા તથા ક્રેનની મદદ થી કુવામાં પડી ગયેલા પશુ ને બહાર કઢાયા હતા, જેમાં કાયમ પશુઓની સેવા આપતા પશુ ડૉક્ટર મેહુલભાઈ પણ ઉપસ્થિત રહી કુવામાં ઉતરી ને ઇજા ના થાય એ રીતે પશુઓ ને બહાર કાઢવામાં મદદ કરી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
