પોરબંદર તાલુકા પંચાયત માજી સદસ્યા અને ગોસા(ઘેડ) ના માજી સરપંચ માલીબેનનું દુઃખદ અવસાન
ગોસા(ઘેડ)તા. ૦૭/૦૧/૨૫
પોરબંદર તાલુકા પંચાયત માં ગોસા(ઘેડ)ની બેઠક ઉપર સદસ્યા તરીકે ઉત્તમ કામગીરી કરનાર તેમજ ગોસા(ઘેડ)ગામમાં પણ મહિલા સરપંચ તરીકે રહી અને ગામના વિકાસ ના કામોમાં સિંહ ફાળો આપેલા એવા માલીબેન દેવશીભાઇ આગઠનું ગઈ કાલે દુઃખદ આવસાન થતા ગોસા ઘેડ પંકમાં શોકનું મોજું ફરી વડ્યું હતું.
પોરબંદર તાલુકા પંચાયત માજી સદસ્યા અને ગોસા(ઘેડ)ના માજી સરપંચ માલીબેન દેવશીભાઇ આગઠ ઉ.વ. ૬૫ તે ગોસા(ઘેડ)ના માજી સરપંચ/ઉપસરપંચ દેવશીભાઇ દેવદાસભાઈ આગઠ ના ધર્મ પત્ની અને પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ આગઠ અને એચ. ડી. એફ.સી.બેંક ના કર્મચારી દિનેશભાઇ દેવશીભાઈ આગઠ ના માતુશ્રી તેમજ ભીમાભાઇ, લીલાભાઇ, રામાભાઇ અને રાણાભાઇ દેવદાસભાઈ આગઠ ના ભાભી તેમજ જેઠાભાઈ અને વેજાભાઇ નાગાભાઇ ઓડેદરાના બહેનનું ગઈ કાલે તા.૦૬/૦૧/૨૫ ને સોમવારનાં દુઃખદ અવસાન થતા અને તે વાત વાયુ વેગે ફેલાય જતા ગોસા ઘેડ ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. તેમજ ગામની તમામ દુકાનો સદગતના માનમાં બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી.
ગઈ કાલે સદગત ના ઘરે થી તેમની સાંજના નીકળેલ સ્મશાન યાત્રામાં ગોસા ગ્રામ પંચાયત ના સરપંચ વાઘાભાઈ કોડિયાતર, ઉપ સરપંચ પોલાભાઈ આગઠ, વેપારી અગ્રણીમાં કારા કાના ઓડેદરા, કારાભાઇ આગઠ, હરીશભાઈ ઠકરાર, કેશુભાઈ ઓડેદરા રામભાઈ પી. ઓડેદરા, પત્રકાર વિરમભાઈ આગઠ, લીરબાઇ માતાજી ના પૂજારી રાજશી ભગત સી. આર.પી.એફ.ના નિવૃત કર્મચારી ખીમભાઈ આગઠ, કરશનભાઈ લખમણભાઈ આગઠ,સમાજ સેવક રાજશી ખીમા આગઠ,ધીરુભાઈ જોશી, ઓડદર થી ભીખાભાઇ ઓડેદરા, સુરેશભાઈ ગોસ્વામી દિનેશભાઇ દેવશીભાઈ, નવાગામ રાજપર ના અગ્રણી મેરખીભાઈ રામ, પોરબંદર થી એચ. ડી. એફ.સી.બેન્ક ના સ્ટાફગણ સહીત વિશાળ સઁખ્યામાં ગોસા ગામવાસીઓ જોડાઈ સદગત ને શ્રધાંજલી અર્પી હતી.
રીપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.