રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે યોજાય છે અને મતદાન કોણ કરે છે? NDA અને વિપક્ષનાં ઉમેદવારો વિશે જાણો

રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે યોજાય છે અને મતદાન કોણ કરે છે? NDA અને વિપક્ષનાં ઉમેદવારો વિશે જાણો


21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે.

ભારતમાં આજે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જેના માટે સંસદ અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન યોજાશે.

ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન એનડીએ તરફથી ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ઉમેદવાર છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને સદન, રાજ્યોની વિધાનસભાઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો મતદાન કરશે.

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર થશે.

જો દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ભારતનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે. સાથે જ તેઓ દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ છ ઑગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. તેના માટે એનડીએ તરફથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષે માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકનની અંતિમ તારીખ 29 જૂન હતી. આ રિપોર્ટમાં જાણો કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?દેશના 15મા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે અને 21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે.

1. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની શી પ્રક્રિયા હોય છે?

રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો આ ઇલેક્ટરોલ કૉલેજના સભ્યો હોય છે અને એ ઉપરાંત બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ.

વિધાન પરિષદના સભ્યો એના સભ્ય નથી હોતા. લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ એના સભ્ય નથી હોતા.

પરંતુ આ બધાના મતોનું મૂલ્ય જુદું જુદું હોય છે. લોકસભા અને રાજ્યસભાના મતનું મૂલ્ય એક હોય છે અને વિધાનસભાના સભ્યોનું અલગ હોય છે. તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે.

આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો.

2. શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટાઈ પડે છે? અને એવું થાય તો ચૂંટણી કઈ રીતે થાય છે?

બંધારણના ઘડવૈયાઓએ ટાઈ પડવા-વિષયક વિચાર નહોતો કર્યો, તેથી એના વિશે ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની બાબતમાં 1952નો જે કાયદો છે એમાં પણ એનો ઉલ્લેખ નથી. આજ સુધીમાં આવી સ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ અને ઊભી થવાની સંભાવના પણ નથી દેખાતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »