લોકસભાના સસ્પેન્ડેડ સાંસદોના સસ્પેન્શનનો અંત, મોંઘવારી મુદ્દે ચર્ચાનો આરંભ - At This Time

લોકસભાના સસ્પેન્ડેડ સાંસદોના સસ્પેન્શનનો અંત, મોંઘવારી મુદ્દે ચર્ચાનો આરંભ


- છેલ્લી વખત તક આપી રહ્યો છું, પછી હું કોઈનું નહીં સાંભળું, જો કોઈ પ્લેકાર્ડ લઈને આવશે તો કાર્યવાહી કરવી પડશેઃ ઓમ બિરલાનવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારલોકસભામાંથી સસ્પેન્ડ થયેલા સાંસદોના સસ્પેન્શનનો અંત આવ્યો છે. આ સાથે જ સંસદમાં કેન્દ્ર તથા વિપક્ષ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તે પણ સમાપ્ત થયો છે. હકીકતે લોકસભામાં વિપક્ષ સાથેની સહમતિ બાદ સાંસદોના સસ્પેન્શનના અંત માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તે સાથે જ લોકસભામાંથી સસ્પેન્ડેડ સાંસદોના સસ્પેન્શનનો અંત આવ્યો છે. સદનમાં મોંઘવારી મુદ્દે ચર્ચાનો પણ આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, સંસદના મોનસૂન સત્રમાં મોંઘવારી, જીએસટી જેવા અનેક મુદ્દે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જુલાઈના અંતમાં સંસદમાં પ્લેકાર્ડ દર્શાવવાના પગલે કોંગ્રેસના 4 સાંસદોને લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે 4 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમાં મનિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જોથિમણિ તથા રમ્યા હરિદાસના નામનો સમાવેશ થાય છે. ઓમ બિરલાની પહેલ રંગ લાવીલોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સદન ચલાવવા માટેની પહેલ રંગ લાવી છે. ઓમ બિરલાએ આજે તમામ પક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. સ્પીકર બિરલાએ કહ્યું ત્યાર બાદ સરકાર લોકસભામાં સાંસદોનું સસ્પેન્શન દૂર કરવા પ્રસ્તાવ લાવી હતી. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, સદનમાં બનેલી ઘટનાઓથી સૌ કોઈ ઘવાયા છે. હું પણ ઘવાયો છું અને દેશને પણ પીડા પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસદ દેશની સર્વોચ્ય લોકતાંત્રિક સંસ્થા છે. અહીંની સંસદીય પરંપરા પર અમને સૌને ગર્વ છે. ચર્ચા-સંવાદ તથા સકારાત્મક વિવાદના કારણે સદનને પ્રતિષ્ઠા મળી છે. આપણાં પૂર્વવર્તી અધ્યક્ષો તથા સદસ્યોએ મર્યાદા અને પરંપરાઓને નિભાવી છે. આ મર્યાદા-શાલીનતાની રક્ષા કરવી આપણી સામૂહિક જવાબદારી છે.  તેમણે જણાવ્યું કે, વિષયો પર સહમતિ-અસહમતિ હોઈ શકે પંરતુ આપણે સદનની ગરિમા જાળવી રાખી છે. ચર્ચા-સંવાદ, તર્ક-વિતર્ક થાય, વિષયો પર વાત થાય. તમામ દળના નેતાઓ અને સદસ્યો ઈચ્છે છે કે સદન ચાલે. સદન ચાલે તો સૌને પૂરતો સમય અને અવસર આપું છું. દેશની જનતા અમારી પર વિશ્વાસ રાખે છે કે નિયમ-પ્રક્રિયાઓનું પાલન કરીને આ સર્વોચ્ય સદનની મર્યાદા જાળવી રાખશે. સાંસદો પ્લેકાર્ડ લઈને ન આવેઆ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, હું સૌ સદસ્યોને વિનંતી કરૂં છું કે પ્લેકાર્ડ લઈને કોઈ પણ સદનમાં ન આવે. છેલ્લી વખત તક આપી રહ્યો છું. પછી હું કોઈનું નહીં સાંભળું. જો કોઈ પ્લેકાર્ડ લઈને આવશે તો કાર્યવાહી કરવી પડશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.