પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર સોપાયું - At This Time

પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર સોપાયું


પત્રકારો અને તંત્ર એકબીજાના સહયોગી છે, અને પત્રકારો સરકાર અને પ્રજા વચ્ચે મહત્વપૂર્ણ કડી છે. તેઓ સરકારની દરેક યોજના અને કાર્યક્રમો છેવાડાના લોકો સુધી પહોંચાડે છે અને પ્રજાની સમસ્યાઓ તંત્ર અને શાસકો સમક્ષ રજૂ કરે છે. આમ છતાં, રાજકીય નેતાઓ દ્વારા પત્રકારો માટે જાહેરમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાના વિરોધમાં, પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના માર્ગદર્શન હેઠળ, આજે (૦૨-૦૪-૨૦૨૫) પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં કલેકટરને રાજકીય નેતાઓ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્ર આપતી વખતે, અમદાવાદ શહેરના ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમારિયા, ગૌતમભાઈ બારોટ અને પ્રદેશમાંથી કોકિલાબેન ગજ્જર અને શિલ્પાબેન આહીર સહિત અન્ય હોદ્દેદારો જેમ કે હરીશભાઈ યાજ્ઞિક, રમેશભાઈ ઠક્કર, ખેમરતનભાઈ, બિલાલભાઈ લુહાર, નરેન્દ્રભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ શર્મા, હિતેન્દ્રભાઇ ડોડીયા, દીપકભાઈ પટેલ, રાજુભાઈ વાળા, કેયુરભાઈ ઠક્કર, ભાવિનભાઈ ઓઝા, સંજયભાઈ ખમાર, દીપકભાઈ ખમાર, વૈશાલીબેન રાણા અને ઉર્વશી બેન ખલાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ આવેદનપત્રમાં પત્રકારોએ રાજકીય નેતાઓના આ વર્તનની સખત નિંદા કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image