સાઇબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઇક:6 લાખ ફોન, 800 ઍપ બ્લોક,રોકાણના નામે છેતરપિંડીના 1 લાખ કેસ, 17 હજાર એફઆઇઆર નોંધાઈ - At This Time

સાઇબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઇક:6 લાખ ફોન, 800 ઍપ બ્લોક,રોકાણના નામે છેતરપિંડીના 1 લાખ કેસ, 17 હજાર એફઆઇઆર નોંધાઈ


સાઇબર ક્રાઇમ વૈશ્વિક ચિંતાનો વિષય છે એવું સોમવારે જ અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. અને આજે મંગળવારે કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કરીને સાઇબર ફ્રોડ સામે વિરાટ પગલું ભર્યું છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે સાઇબર ફ્રોડ કરનારા 65 હજાર યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) પણ બ્લૉક કરી દીધાં છે અને સાઇબર છેતરપિંડી આચરતી 800 જેટલી એપ્લિકેશન પણ બ્લૉક કરી દીધી છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટ (એનસીઆરપી)ને 2023માં 1 લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની ફરિયાદો મળી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારની છેતરપિંડીની 17 હજાર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જાન્યુઆરી 24થી સપ્ટેમ્બર 24 સુધીમાં ડિજિટલ એરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદ મળી હતી. સાઇબર ફ્રોડના વધી રહેલા કિસ્સા અટકાવવા માટે સાઇબર વિંગે છેલ્લા 4 મહિનામાં ફ્રોડ કરનારાં 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. એ જ રીતે સાઇબર ગુનાખોરી આચરવામાં ઉપયોગ કરાયેલા 3401 સોશિયલ મીડિયા, વેબસાઇટ, વોટ્સ અપ ગ્રૂપ પણ બંધ કરી દીધાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઇબર ફ્રોડમાં ફસાતા 2800 કરોડ રૂપિયા બચાવવા સાથે 8.50 લાખ સાઇબર વિક્ટિમને છેતરાતાં બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇબર અપરાધો સામે નાગરિકો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી શકે છે. સાઇબર ગુનાખોરી અટકાવવા કેન્દ્ર સરકારે લીધેલાં પગલાં ટેલિગ્રામ શંકાસ્પદ યુઝર્સના નંબર સરકારોને શેર કરશે
ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે કહ્યું છે કે શંકાસ્પદ યુઝર્સના ફોન નંબર અને આઇપી એડ્રેસ સરકારને આપશે. ફ્રાન્સમાં ડુરોવની ધરપકડના બે અઠવાડિયા પછી આ જાહેરાત કરાઈ છે. ટેલિગ્રામે સર્ચ રીઝલ્ટથી ઘાટત કન્ટેન્ટ દૂર કરવા માટે એઆઇ અને મોડરેટરની ટીમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ જરૂર પડ્યે યુઝરના ડેટા શેર કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.