ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રીને ફેરેન્ક પુસ્કાસનો રેકોર્ડ તોડવાની તક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sunil-chhetri-set-to-break-ferenc-puskas-record/" left="-10"]

ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રીને ફેરેન્ક પુસ્કાસનો રેકોર્ડ તોડવાની તક


કોલકાતા, તા.૧૩એશિયન
કપ ફૂટબોલ ક્વોલિફાયરમાં આવતીકાલે ભારત અને હોંગકોગ વચ્ચે મુકાબલો ખેલાશે. બંને
ટીમો ગ્રૂપમાં  બે-બે મેચ જીતી ચૂકી છે અને આવતીકાલે વિજેતા બનનારી ટીમને આવતા
વર્ષે યોજાનારા એશિયન કપ ફાઈનલ ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે. કોલકાતામાં
આવતીકાલે રાત્રે ૮.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.આવતીકાલના
મુકાબલામાં ભારતના કેપ્ટન અને સિનિયર પ્લેયર સુનિલ છેત્રીને હંગેરીના લેજન્ડરી
ફૂટબોલર ફેરેન્ક પુસ્કાસનો રેકોર્ડ તોડવાની તક છે. છેત્રીના આંતરરાષ્ટ્રીય ગોલની
સંખ્યા ૮૩ છે. જ્યારે પુસ્કાસે તેમની કારકિર્દીમાં ૮૪ ગોલ નોંધાવ્યા હતા. છેત્રીએ
૮૩ ગોલ નોંધાવવા માટે ૧૨૮ મેચ લીધી છે. જ્યારે પુસ્કાસે માત્ર ૮૫ મેચમાં જ ૮૪ ગોલ
નોંધાવ્યા હતા. આવતીકાલના
મુકાબલામાં વિજેતા બનનારી ટીમ આવતા વર્ષે યોજાનારી ૨૪ ટીમો વચ્ચેની એશિયન કપ ફાઈનલ
ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવશે. ભારતને સતત બીજા વર્ષે અને ઓવરઓલ પાંચમી વખત એશિયન
કપ ફાઈનલ્સમાં પ્રવેશવાની આશા છે. જ્યારે હોંગ કોંગની ટીમ ૧૯૬૮ પછી પહેલી વખત
એશિયન કપમાં ક્વોલિફાય થવાની આશા રાખી રહી છે.ભારત
અને હોંગકોંગની ટીમે ગૂ્રપ સ્ટેજમાં કંબોડિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા.
ફિફાના વર્લ્ડ રેન્કિંગમાં ભારતને ૧૦૬મો ક્રમાંક મળ્યો છે. જ્યારે હોંગકોંગની ટીમ
૧૪૭માં સ્થાને છે. જોકે ફોર્મ અને આક્રમક રમતને જોતા હોંગકોંગ ભારતને ભારે પડી શકે
છે.

સુનિલ
છેત્રીના બે ગોલને સહારે ભારતે કંબોડિયા સામે જીત હાંસલ કરી હતી. જ્યારે અફઘાનિસ્તાન
સામે ભારતે ૨-૧થી રોમાંચક વિજય મેળવ્યો,
તેમાં પણ છેત્રીનો એક ગોલ સામેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]