શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *ભાવનગર, એલ.સી.બી.નાં પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને મોટર સાયકલ ચોરી અંગે મળેલ માહિતી આધારે* યુનીવર્સીટીનાં પાછળના ગેટ પાસે આવતાં *જગદીશભાઇ માવજીભાઇ ગોહિલ ઉ.વ.૩૯ ધંધો-મજુરી રહે.મુળ-થોરાળી તા.શિહોર જી.ભાવનગર હાલ-ઇસ્કોન-૦૧ના ગેટ પાસે,હીમાલીયા મોલની પાછળ,ભાવનગર*વાળો કાળા કલરનાં બજાજ કંપનીનાં પ્લસર આગળ-પાછળનાં ભાગે નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ સાથે મળી આવેલ. આ મોટર સાયકલનાં ચેસીસ નંબર-MD2DHDHZZR CM11835 તથા એન્જીન નં.DHGBRM09554 આધારે *ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં વાહન સર્ચ કરતા* રજી. નંબર GJ-04-AR 6083 માલીક કાન્તીભાઇ સુંદરજીભાઇ કેરીયા રહે.પ્લોટ નંબર ૨૨૭૪/બી,હિલડ્રાઇવ,વાઘાવાડી રોડ, ભાવનગર વાળાના નામે રજી.થયેલ હોવાનું જણાય આવેલ.જે મોટર સાયકલનાં આધાર-પુરાવા માંગતા તેની પાસે નહિ હોવાનું અને કોઇ સંતોષકાર જવાબ આપતો ન હોવાથી *મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-*ની શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ. આ ઇસમની પુછપરછ કરતાં તેણે આજથી છએક મહિના પહેલા તેનાં મીત્ર વિશાલભાઇ ચન્દ્રકાંતભાઇ વ્યાસ રહે.શેરી નંબર-૦૨,આરાધના ગર્લ્સ હોસ્ટેલની સામે, નંદનવન સોસાયટી,કાળીયાબીડ,ભાવનગરવાળા પાસેથી લીધેલ હોવાનું જણાવેલ. આ અંગે આગળની કાર્યવાહી થવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા વગેરે સ્ટાફ જોડાયોહતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon