શિવમપાર્કમાં પરિણીતા પારૂલ જોષીએ ઝેર પી જીવન ટુંકાવ્યું - At This Time

શિવમપાર્કમાં પરિણીતા પારૂલ જોષીએ ઝેર પી જીવન ટુંકાવ્યું


શહેરમાં આજીડેમ ચોકડી પાસે શિવમ પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. ગૃહ કલેશથી કંટાળી આપઘાત કરી લીધાનું પરીવારજનોએ જણાવ્યું હતું.
બનાવની વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે શિવમ પાર્ક સોસાયટી શેરી નં-1 માં રહેતાં પારુલબેન કૌશિકભાઈ જોષી (ઉ.વ.45) એ ગઈ કાલ બપોરના પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતાં તુરંત બાલાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પરિણીતાએ સારવારમાં દમ તોડી દિધો હતો.
મૃતકનો સ્વભાવ ચિડ્યાપણો હતો. પારુલબેનને દેરાણી- જેઠાણી અને સાસુ સાથે કોઈ બાબતે બોલાચાલી થતી હતી. જેથી ઘર કંકાસથી કંટાળી પ્રૌઢાએ આપઘાતનું પગલું ભર્યાનું પરીવારજનોનું જણાવ્યું હતું. તેમજ તેઓને સંતાનમાં એક દીકરો હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું. મૃતકનું માવતર વિસાવદર તાલુકાનાં દુધાળા ગામ છે. બનાવ અંગે મૃતકના પરીવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આપઘાતનું ચોકકસ કારણ જાણવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.