અમરેલી સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૪મું ચક્ષુદાન - At This Time

અમરેલી સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૪મું ચક્ષુદાન


અમરેલી સંવેદન ગૃપ દ્વારા લેવાયું ૯૪મું ચક્ષુદાન

અમરેલીના બટારવાડી વિસ્તારમાં વસતાં મનોજભાઈ પોપટભાઈ ગોહિલ (ઉં.વ. ૬૦)નું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં સંતાનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવેલ.સ્વર્ગસ્થના પૂત્રી પુર્વીબેન એમ. ગોહિલ (ન્યૂઝ રિપોર્ટર) તથા પૂત્ર ઉદય એમ. ગોહિલે પિતાના નેત્રદાનના સંકલ્પ અંગે જાગૃતિ દાખવતાં માચિયાળા પી.એચ.સી.ના હર્ષદભાઈ હડિયા તથા સિવિલ હોસ્પિટલના ડૉ. સતાણીના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક હતો. પેરેલિસિસને કારણે લાંબા સમયથી પથારી વશ રહેલાં મનોજભાઈનું તા.૨૪-૧૨-૨૦૨૨ને શનિવારના રોજ રાત્રે અવસાન થતાં તેમની ઈચ્છા મુજબ ચક્ષુદાન કરવામાં આવેલ. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ કડકડતી ઠંડીમાં અડધી રાત્રે સેવા આપી હતી. ગોહિલ પરિવારે માનવતા મહેકાવતા સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.