જૂનાગઢ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા પાકમાં દવા છંટકાવનો પ્રારંભ
ચુડવામાં ડ્રોન દ્વારા કપાસમાં નેનો યુરિયાનો છંટકાવ ખેડૂતો 100 રૂપિયામાં એક એકર જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાવી શકશે, આઈ પોર્ટલ પર નોંધણી ફરજિયાતજૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ખેતરોમાં વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યાં છે. જે શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં અસરકારક સાબિત થશે. ખેડૂતોને એક એકર જમીનમાં ૧૦૦ રૂા.માં દવાનો ડ્રોન દ્વારા છંટકાવ થઈ શકશે. આ દવા છંટકાવ માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ અપાશે. ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થાય તે માટે ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ એક એકરમાં દવાઓનો છંટકાવ કરવા માટે રૂા 100 જ ખર્ચવા પડશે. જેમાં એક એકર દીઠ રાજ્ય સરકાર રૂા. 500ની સહાય આપશે. જેના માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૨૮ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશ કરવાનુ રહશે.આ અંગે જિલ્લા ખેતિવાડી અધિકારી કે જણાવ્યું હતું કે, ડ્રોન દ્વારા પાકમાં દવાઓનો છંટકાવ શોષક પ્રકારની દવાઓમાં ખૂબ અસરકારક સાબિત થશે. આવનાર સમયમાં ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ વધુ પ્રચલિત બનશે. કારણ કે, દવા છંટકાવના કામમાં ખેડૂતોએ મહેનત કરવી પડે છે. બીજી તરફ ખેત મજૂર મળવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે ડ્રોન દવા છંટકાવની આ પદ્ધતિ ખેડૂતોને ઉપયોગી બનશે.જ્યારે વરસાદ થયો હોય અને દવાઓનો છંટકાવ કરવો આવશ્યક હોય તેવી સ્થિતિમાં ભીની જમીનમાં ખેડૂતોને ચાલવું મુશ્કેલ બને છે.ત્યારે ડ્રોનથી દવાનો છંટકાવના કારણે ખેડૂતોને રાહત રહેશે. માણાવદર તાલુકાના ચુડવાની સીમમાં કપાસના પાકમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો સફળતાપૂર્વક છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.