ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, મોહન રાઠવા બાદ આ નેતાએ પણ પક્ષ છોડશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/st6hutyhj8hlm0xf/" left="-10"]

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, મોહન રાઠવા બાદ આ નેતાએ પણ પક્ષ છોડશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સતત તૂટી રહી છે એક પછી એક નેતાઓ પક્ષમાંથી નારાજ થઇને રાજીનામુ આપી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રસ તૂટી રહી છે. ગુજરાતમાં કોંગ્રસના વધુ એક નેતાએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડો આંદોલન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે અને ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી ગઈકાલે મોહન રાઠવા બાદ આજે વધુ એક નેતા રાજીનામુ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના તલાલા બેઠકથી જીતેલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રની બેઠક પર પ્રભુત્વ મેળવ્યું હતું જેમાં આ બેઠકનો પણ સમાવેશ થયો હતો જો કે હવે આ બેઠકના સીટિંગ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ફટકો પડશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો અને નેતાઓના રાજીનામાનો દોર ચાલુ થઇ ગયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ટીકીટો માટેનું લોબિંગ શરુ થઇ ગયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર પણ સુસ્ત નજર આવી રહ્યો છે. આ અગાઉ કાલે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા મોહન રાઠવાએ કહ્યું કે મને કોંગ્રેસ દ્વારા ટીકીટ માટે ના પડી હતી જે માટે મને રંજ નથી પણ મારા દીકરાની લાગણી હતી એટલે ભારિતય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભારતીય જનતા પાર્ટી અમને નિશ્ચિતપણે ટીકીટ આપશે તેવો તેમણે દાવો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]