સુઈગામ-વાવ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ કાઢતા બે ઈસમોને સુઈગામ પોલીસે દબોચી લીધા
જિલ્લામાં હાઇવે રોડ નજીક આવેલ હોટલો ચેક કરી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા સારું સુચના મળેલ હોઈ ઉપરી વિભાગના માર્ગદર્શન હેઠળ એચ.એમ.પટેલ I/C પો.ઈન્સ. સુઇગામ પો.સ્ટે.નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના ખાનગી રાહે બાતમી મળેલ કે સુઇગામ-વાવ હાઇવે રોડ ઉપર ભારત પેટ્રોલપંપની સામેની બાજુ થોડે વાવ તરફ આવેલ ઓમ હનુમાન હોટલની પાછળના ભાગે હાઇવે રોડ ઉપર ચાલતા માલવાહક ટેન્કરનો ચાલક પોતાના કબજાના ટેન્કરમાંથી ડીઝલ કાઢી રહેલ છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતાં ટેન્કર ચાલક યોગેશકુમાર વિજયબહાદુર જાતે-સિંહ (રાજપુત) ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવિંગ રહે- પરસપુર,બીજોનીયા તા.જી-સંત રવિદાસ નગર,ભદોહી રાજ્ય-ઉત્તરપ્રદેશ થાણું- સંત રવિદાસ નગર તથા હોટલ માલીક હરસેંગભાઈ ભુરાભાઈ જાતે-રાજપુત ઉ.વ.૪૦ ધંધો-ખેતી તથા હોટલ રહે-સુઇગામ, રૂપાણીવાસ તા-સુઇગામ નાઓ ટેન્કર નંબર GJ 19 X 5070 માંથી ડીઝલ કાઢતાં મળી આવતાં ડીઝલ ભરેલ ટેન્કર નંબર GJ 19 X 5070 તથા ડીઝલ ભરેલ બેરલ રાખવા સારૂ ઉપયોગમાં લીધેલ બોલેરો કેમ્પર નંબર GJ 12 AT 4824 તથા ખાલી બેરલ નંગ-02 તથા ડીઝલ ભરેલ બેરલ નંગ-૦૧ તથા લોખંડના પતરાના નાળચા નંગ-૦૨ તથા ડીઝલ કાઢવાની એક તરફ વાલ્વ વાળી પંદર ફુટ જેટલી લંબાઇની પાઇપ નંગ-૦૧ તથા २० લીટરની ક્ષમતા વાળા ખાલી કેરબા નૈગ-0ર તથા પ્લાસ્ટિકના કેરબાનુ નાળચુ વાલ્વ વાળુ નંગ-૦૧ તથા બંન્ને ઇસમોની અંગઝડતીમાંથી મળી આવેલ કુલ-૦૨ મોબાઇલ ફોન મળી કુલ્લે કિ.રૂ.૪૧,૩૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે બંન્ને ઇસમોને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૦૬(૩),૩૧૬(૫),૩૦૭(૨),૬૧(ર) મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ છે.
*કામગીરી કરનાર અધિકારીની વિગત*
એચ.એમ.પટેલ I/C પો.ઈન્સ. સુઈગામ, પ્રકાશભાઈ હેડ.કોન્સ.,રઘુજી પો.કોન્સ.,ભરતભાઈ પો.કો.,મહેમુદખાન પો.કો.,મહેશદાન પો.કો.,દલરામભાઈ ડ્રા.પો.કો.સુઈગામ
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.