ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણમાં તાલુકાના મહિલા પ્રમુખ અને સત્તા પક્ષની અવગણના કરાઇ હતી. - At This Time

ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણમાં તાલુકાના મહિલા પ્રમુખ અને સત્તા પક્ષની અવગણના કરાઇ હતી.


ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણમાં તાલુકાના મહિલા પ્રમુખ અને સત્તા પક્ષની અવગણના કરાઇ હતી.
ધંધૂકા તાલુકા પંચાયત ભવનમાં સત્તા પક્ષ દ્વારા સત્યનારાયણની કથા યોજાઇ.
પ્રાથમિક શાળાના ૧૫૦ બાળકોને બટુક ભોજન કરાવાયું
અમદાવાદ જીલ્લા ના ધંધૂકા તાલુકા પંચાયતના લોકાપર્ણ ભવનના નવા સમારોહમાં સત્તાપક્ષ કોંગ્રેસના મહિલા પ્રમુખ અને સભ્યો ની અવગણના કરાઈ હોવાનો મામલો ચર્ચાની એરણે રહયો હતો . ત્યારે સત્તા પક્ષ દ્વારા નવા ભવનમાં પ્રવેશ પૂર્વે ગુરુવારે સત્યનારાયણની કથાનુ આયોજન કરાયું હતું . ધંધૂકા તાલુકા પંચાયતના ભવનના લોકાપર્ણ નવા સમારોહમાં સત્તા પક્ષની અવગણનાનો બુધવારે મહિલા પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો હતો , ત્યારે સત્તાપક્ષના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને સભ્યો તથા કાર્યકર્તાઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં સત્યનારાયણની કથાનુ આયોજન કરાયું હતુ જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય હરપાલસિંહ ચુડાસમા અને કાર્યકર્તાઓએ ગંગાજળથી તાલુકા પંચાયત ભવનનુ શુધ્ધિકરણ કર્યુ હતુ . કથા બાદ
શાળાના ૧૫૦ બાળકોને નવા પંચાયત ભવન ખાતે બટુક ભોજન કરાવાયુ હતુ.પંચાયત ભવનના લોકાપર્ણ કાર્યક્રમને લઇ
ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે સત્યનારાયણ ભગવાનની કથામાં નવી તાલુકા પંચાયત કચેરી ખાતે હાજરી આપી હતી. અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહે જણાવ્યુ કે તાલુકા પંચાયતની સત્તાધારી બોડીની અવગણના કરાઈ જે લોકતંત્ર માટે ખતરાની ઘંટી સમાન છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon