ટ્રાન્સફર ખેડૂતો નાં નામે અન્યને પધરાવી દેતાં વિજકર્મીઓ ઈજનેર ને રજુઆત
*સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો નાં નામે ટી.સી. અન્યને વેચી દેતાં વિજકર્મી*
*વિજ કંપની નાં કાર્યપાલક ઇજનેર ને રજુઆત કરવામાં આવી*
સુરેન્દ્રનગર જિલ્લામાં વિજ ટ્રાન્સફર ખેડૂતો નાં નામે ઉધારી ખોટી સહીઓ કરી ખનીજચોરી માટે ઉપયોગ માં લેવામાં આવતાં હોય છે અને તેમાં વિજ કંપની નાં કર્મચારીઓ ની સંડોવણી બહાર આવી છે ત્યારે આજે રાજુભાઈ કરપડા અને ખેડૂતો દ્વારા કાર્યપાલક ઇજનેર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે સરકારી જમીન ઉપર ગૌચર જમીન ખરાબાની જમીન ઉપર ગેરકાનૂની કનેકશન આપી ખનીજ માફીયાઓ દ્વારા બેફામ વિજ ચોરી કરવામાં આવે છે અને રેતી વોસ પ્લાન્ટ પણ આવા ખોટા ખેડૂતો નાં નામે ટી.સી. મેળવી વિજ ચોરી કરી રહ્યા છે ત્યારે વડોદરા વિજ કંપની ની ટીમ દ્વારા ચેકીંગ થતાં ઘટસ્ફોટ થયો હતો આ તમામ ટી.સી. ખેડૂતો નાં નામે ખોટી સહીઓ કરી આપવામાં આવેલ હતાં ત્યારે આ બાબતે ખેડૂતો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખેડૂતો એ કોઈ કનેક્શન કે વિજ જોડાણ માટે માગણી કરી નથી તેમ છતાં ખેડૂતો નાં નામે ખનીજ માફીયાઓ ને આ ટી.સી. ફાળવવામાં આવેલ સાથે આક્ષેપ કર્યો હતો કે વિજ કંપની નાં અધિકારીઓ દ્વારા પાંચ લાખ રૂપિયા નો વહીવટ કરી ખોટા ખેડૂતો ઉભા કરી ખોટી સહીઓ કરી આખું સુવ્યવસ્થિત આયોજન પૂર્વક આ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતો ને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તેમ જણાવ્યું હતું હાલ તમામ ખનીજ ખનન વહન માં મોટાપ્રમાણમાં આવાં ટી.સી. દ્વારા વિજચોરી બહાર આવી છે અને કંપની દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે તેમ રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.