ભારત વિકાસ પરિષદ દ્વારા આજ રોજ ધંધુકામાં 66 લોકોને આર્ટિકલ આપવામાં આવ્યા હતા.
ધંધુકામાં ભારત વિકાસ પરિષદ દ્વારા દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો.
ભારત વિકાસ પરિષદ દ્વારા આજ રોજ ધંધુકામાં 66 લોકોને આર્ટિકલ આપવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજ રોજ શ્રી ડી એ વિદ્યામંદિર સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા 200મોં કેમ્પ યોજાયો હતો જેમાં 66 લોકોને આર્ટિકલ આપવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ લોન્ચ ફ્લોરશીપ પાલડી દ્વારા સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગો માટે ફ્રી સાધન સહાય કેમ્પ યોજી દિવ્યાંગની વસ્તુઓ આપવામાં આવે છે. હાલ ધંધુકા ખાતે રજીસ્ટર થયેલા દિવ્યાંગો લોકોમાં 66 લોકોને આર્ટિકલ આપવામાં આવ્યા હતા. જેમાં આખા પગ, અડધા પગ, કે્લીપર્સ, ઘોડી, સ્ટિક, ટ્રાઈસિકલ વગેરે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર દિનેશભાઇ ચૌહાણ તથા વિજયભાઈએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડો. પરેશભાઈ, કિશોરભાઈ તેમજ, મુન્નાભાઈ દેસાઈ,રાજુભાઈ ઠક્કર,સોનમભાઈ શાહ, દિવ્યાંગભાઈ ઘોઘારી, ગિરીશભાઈ જાની વગેરે ઉપસ્થિત રહી સેવાના કાર્યમાં સેવા આપી હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.