આજે શિહોર વોર્ડ નંબર ચારના કોંગ્રેસ ઉમેદવારો દ્વારા વિકાસ ખોજ યાત્રા - At This Time

આજે શિહોર વોર્ડ નંબર ચારના કોંગ્રેસ ઉમેદવારો દ્વારા વિકાસ ખોજ યાત્રા


સિહોર નગરપાલિકા ના ભાજપના શાસન માં થયેલ વિકાસ ના પોકળ દાવા ની સત્યતા ચકાસવા માટે વોર્ડ નં. ૪ ના કોંગ્રેસ ઉમેદવારો અશોકભાઇ જાની, જયરાજ મોરી, કેતનભાઈ જાની તથા ભીમાભાઈ વડેચા દ્વારા વોર્ડ નં. ૪ માં આવતા વિવિધ વિસ્તારોની મુલાકાત કરી સ્થળ પરીક્ષણ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કરવામાં આવેલ. જેમાં અનેક જગ્યા એ કચરાના ઢગલા જોવા મળેલ તથા ગટરના ઢાંકણ ભયજનક રીતે તૂટેલા જોવા મળેલ. સ્વસ્તિક સોસાયટી માં આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળેલ તથા ગટર ની લાઇન બ્લોક થઈ ગયેલ જેના લીધે લોકો ના ઘરો માં ગટરના પાણી ઉભરાઈ જવા પામેલ. સ્વસ્તિક સોસાયટીમાં ડાર આવેલ હોય ડાર માં પાણી અને લાઈટકનેક્શન હોવા છતાં પાણી ની મોટરના અભાવે લોકો ને એ ડાર નો લાભ મળતો નથી અને એ ડાર શોભાના ગાઠીયા સમાન બની રહેવા પામ્યો છે. પાણી ની લાઇન પણ ધૂળ ખાતી હાલતમાં ખુલામાં પડી રહેવા પામેલ છે. આ ઉપરાંત સ્વચ્છતા કર્મીઓ સમયસર સાફ સફાઈ ન કરતા હોવાની ફરિયાદ પણ સ્થાનિક રહીશો એ કરી હતી. કોંગ્રેસ ના ઉમેદવારો એ ચૂંટણી બાદ વહેલા માં વહેલી તકે આ સમસ્યાઓ હલ કરવાની રહીશો ને ખાતરી આપી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image