ધંધુકા માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું.
ધંધુકા માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું.
વિદ્યાર્થીઓએ પણ સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી શાળામાં પ્રવેશ કર્યો હતો.
ધંધુકા, ધોલેરા અને ફેદરા કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાની સલાહ આપવામાં આવે છે.
વધુમાં, પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિથી બચવા માટે, વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાવવાની મનાઈ છે. શાળા અને પરીક્ષા કેન્દ્રો દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ધંધુકા બિરલા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
અને દરેક વિદ્યાર્થીઓને ફૂલ આપી અને ઉમંગ અને ઉત્સાહ વધારવા શાળા પરિવાર તરફથી સાકરથી સૌના મોઢા મીઠા કરાવી પ્રવેશ કરાવાયો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
