રાજકોટ શહેર હ્યુમન મેટા ન્યુમો વાઈરસ અંગે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા. - At This Time

રાજકોટ શહેર હ્યુમન મેટા ન્યુમો વાઈરસ અંગે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા.


રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૫ ના રોજ હ્યુમન મેટા ન્યુમો વાઈરસ (HMPV) અંગે ભારત સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ હ્યુમન મેટા ન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં જોવા મળે છે. અને આ વાઇરસમાં સામાન્ય શરદી અને ફલુના લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગે નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું ક૨વું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. (1) જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું. (2) નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. (3) ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. (4) તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. (5) વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. (6) પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી. (7) બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. (8) શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ. ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો. ઉપરાંત, વાઈરસથી ગભરાવું નહિ, સાવચેતી એ જ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.