ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ બિસ્માર હાઇવેથી વારંવાર અકસ્માતો બનતાં બનાવો થતાં જોવા મળે છે જેમાં આજે વેળવા નજીક એક કન્ટેનર પલટી મારી ગયું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અકસ્માતોથી લોકોમાં રોષ ભૂભૂકી ઉઠ્યો તાત્કાલિક નેશનલ હાઇવે બનાવવાં લોકોએ કરીમાંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ બિસ્માર હાઇવેથી વારંવાર અકસ્માતો બનતાં બનાવો થતાં જોવા મળે છે જેમાં આજે વેળવા નજીક એક કન્ટેનર પલટી મારી ગયું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અકસ્માતોથી લોકોમાં રોષ ભૂભૂકી ઉઠ્યો તાત્કાલિક નેશનલ હાઇવે બનાવવાં લોકોએ કરીમાંઞ


તા:8 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં વેળવા ગામે વેળવા ગામનાં પાટીયાની બાજુમાં મચ્છી ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું હતું જ્યારે ટેન્કર પલટી માર્યું ત્યારે આજુબાજુ વિસ્તારમાં કોઈ વાહન વ્યવહાર નાં નીકળતાં કોઈ જાનહાની ટળી હતી આ રસ્તાનું કામ બંને સાઇડ હાલતું હોય અત્યારે રસ્તાનું કામ ચાલુ હોય અનેક વખત આ રસ્તા ઉપર અકસ્માતોનાં બનાવ બનતાં જોવાં મળે છે અનેક વખત કોન્ટ્રાક્ટરોને તેમજ મામલેદાર કચેરીમાં આવેદન પત્ર આપીને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્રનાં કાને પડતું નથી અને આ રસ્તો 2015થી શરૂ હોય તો શું હજુ પણ આ રસ્તાને 7 વર્ષ વીતી જશે ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે

જેમાં આ નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરજનમાં પણ તળાવો જેવાં મોસ-મોટા ખાડાઓ પડી ગયાં છે તેમ છતાં પણ લોકોની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને આ રસ્તામાં મરામત પણ કરવામાં આવતી નથી ત્યારે આ રસ્તા ઉપર ખાડાઓ પડી જવાથી ડોળાસાથી કોડીનાર સુધી વારંવાર અકસ્માતો બનતાં જોવા મળે છે આ કન્ટેનર પલટી મારી ગયું ત્યારે જો ટુ વ્હીલ કાર અથવા તો કોઈ પેસેન્જર છકડો રીક્ષા અથવા કોઈ ભારે વાહન પ્રચાર થતું હોત તો ખતરનાક ભયાનક અકસ્માત થતાં વાર પણ નાં લાગત એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જો કોઈ ની જાનનું જોખમ ઉભું થયું હોત તો એમનાં જવાબદાર કોણ કોન્ટ્રાક તંત્ર કે સરકાર ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે આ કન્ટેનર રોડની વચ્ચે પલટી મારતાં કોઈ જાનહાની ટળી હતી

ત્યારબાદ આ બનાવ આવી જ રીતનાં 30 ઓગસ્ટનાં રોજ પણ બન્યો હતો જે ભરેલું ટેન્કર વેળવા ગામનાં ડ્રાઇવરજન માં પડેલાં મોટા ખાડાનાં કારણે ધડાકાભેર પલટી ગયું હતું જે ટીવી ચેનલમાં ચમક્યાં હતાં તેમ છતાં પણ હજુ સુધી ડ્રાઇવરજનની મરામત કરવામાં આવી નથી અને નેશનલ હાઇવેનાં ઓર્થોરિટી પાસે સમય પણ નથી એવાં પણ સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે જેમાં ઞત મોડીરાત્રે જીજે 33 T 0335 નંબરનું મચ્છી ભરેલું ટેન્કર વહેલી સવારે વેળવા ગામ નજીક પહોંચેલ ત્યારે ડ્રાઇવરજન માં મસ-મોટા ખાડા પડી ગયેલા હોય જે મરામત નાં થતાં પલટી મારી ગયું હતું આ આઠ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો હતો ત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે આ રસ્તો તાત્કાલિક બનાવે એવી લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon