વિંછીયા તાલુકાના ઉમંગ કલ્સ્ટર સખી સંઘમાં સ્વચ્છતા હી સેવા સખી ટોક શો નો કાર્યક્રમ યોજયો
વિંછીયા તાલુકાના ઉમંગ કલ્સ્ટર સખી સંઘમાં સ્વચ્છતા હી સેવા “સખી ટોક શો”નો કાર્યક્રમ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, તાલુકા પંચાયત પ્રમુખ ગઢાદરા નીતાબેન, ઉપપ્રમુખ ભુપતભાઇ રોજાસરા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મીનાબેન જાદવ અને કલ્સ્ટર સખી સંઘ માંથી રેખાબેન જમોડ, કાજલબેન સરવૈયા, મનિષાબેન જમોડ ની હાજરીમાં કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં બહેનો અને NRLM અને SBM સ્ટાફ અને સાવારાજ સંસ્થા માંથી સંજયભાઈ ઝાપડીયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન તાલુકા લાઈવલીહુડ મેનેજર રસિક મેટાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જમોડ રેખાબેન રસિકભાઈ એ બહેનો ને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ એની માહિતી પણ આપી હતી. અને જણાવ્યુ હતું કે આવનાર સમયમાં ઝેર મુક્ત અનાજ કઠોળ પાકોનું સેવન કરવું જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.