બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું - At This Time

બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું


બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગયેલ છે અને પોરબંદર જિલ્લામાં ઉમેદવારો પણ નક્કી થઈ ગયેલ છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબત પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા ની સુચનાથી
પોરબંદર તાલુકાના બરડા વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારોમાં જેમ કે બગવદર, મોઢવાડા, સિસલી, શીંગડા, ફટાણા વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં બગવદર પોલીસ ના પ્રોબેશનલ પી.આઈ એમ.એન ભડેલીયા ની આગેવાનીમાં બગવદર પોલીસ સ્ટાફ તેમજ પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે મૂકવામાં આવેલ સીઆઇએસએફ ની એક ટુકડી દ્વારા ગઈકાલે સાંજે ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ આ તકે બગવદર પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પી.આઈ એમએન ભડેલીયા તેમજ બગવદર ના પોલીસ જવાનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ મતદાન જાગૃતિ વિશે ગ્રામજનોને વાકેફ કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon