શિહોર ખાતે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારંભ યોજાયો - At This Time

શિહોર ખાતે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારંભ યોજાયો


આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ પૂ. જીણારામ બાપુ ની પ્રેરક ઉપસ્થિતિમાં અને શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટરશ્રી જી.આઈ.ડી. સી ગુજરાત) ના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ સિહોર ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમ માં તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષણ ક્ષેત્ર, કલાક્ષેત્ર તથા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ ને તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સરકારી નૌકરી માં નિયુક્ત થયેલ 40 કર્મયોગીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શ્રી વિનુભાઈ ઉકાભાઇ કુવાડિયા સિહોર ના આર્થિક સહયોગ દ્વારા આહીર સમાજ ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થી ભાઈઓ તથા બહેનો માટે નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ નું છ મહિના નું આયોજન કરી 97 વિધાર્થીઓ ને ભાવનગર ની ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા જે વિનુભાઈ ઉકાભાઇ કુવાડિયા ની સમાજ પ્રત્યે ની નિષ્ઠા ને લક્ષ માં રાખી તેમને પણ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આહીર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા આહીર સમાજ ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા પાંચ વર્ષ થી ચાલીસ હજાર નોટબકો નું રાહતદરે જે વિતરણ કરવામાં આવિ રહ્યું છે તે બદલ આહીર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર ને સન્માનિત કરવા માં આવ્યું હતું.તેમજ મેરાભાઈ બર્બસીયા ને સમાજ ના કાર્ય માટે હંમેશા શ્રી ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજ ના દિવસે આહીર સમાજ ના વિદ્યાર્થીઓ ને જ્ઞાતિ ના આગેવાનો દ્વારા તેમજ સરકારી વિભાગ માં ઉચ્ચ સ્થાન પર બિરાજેલ યુવાનો દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં શ્રી રામભાઈ સાંગા(જિલ્લા પ્રમુખ આહીર સમાજ), શ્રી રઘુભાઇ હુંબલ(પ્રદેશમંત્રી ભાજપ), શ્રી મહેશભાઈ ખમળ(જ્ઞાતિ પટેલ), શ્રી જયેશભાઇ ડાંગર(સેક્શન ઓફિસર ગાંધીનગર), શ્રી નિકુલભાઈ કોતર(પ્રોફેસર સરકારી કોલેજ ઝઘડીયા), શ્રી રસીલાબેન લાડુમોર(ચીફ એન્જીનીયર સિહોર નગરપાલિકા) શ્રી વિજયભાઈ ધ્રાંગુ(PSI શ્રી સોનગઢ) શ્રી નાથાભાઈ ડાંગર,શ્રી મૈયાભાઈ ડાંગર શ્રી વશરામભાઇ ચાવડા, શ્રી દાનાભાઇ કુવાડિયા, ડૉ.મુળજીભાઈ હુંબલ, શ્રી ધીરુભાઈ ડાંગર(બીજનીગમ ઓફિસર), શ્રી જસાભાઈ કુવાડિયા, શ્રી માસાભાઇ ડાંગર, શ્રી મિલનભાઈ કુવાડિયા(જિલ્લા પ્રમુખ પત્રકારસંઘ) , શ્રી લખમણભાઈ ડાંગર, શ્રી કાળુભાઇ ડાંગર,શ્રી રામભાઈ ચાવડા, શ્રી હામાભાઈ ખમળ, શ્રી ગોવિંદભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ ડાંગર, શ્રી મનુભાઈ ચાવડા, શ્રી ગગજીભાઈ ડાંગર, શ્રી ડાયાભાઈ ડાંગર, શ્રી હિરેનભાઈ કુવાડિયા,શ્રી શૈલેષભાઈ હુંબલ, શ્રી અશોકભાઈ ઢીલા(પત્રકાર), શ્રી લાખાભાઈ કુવાડિયા, શ્રી હમીરભાઈ હુંબલ, શ્રી મયુરભાઈ ડાંગર, શ્રી જગાભાઈ કુવાડિયા, શ્રી સહદેવભાઈ ડાંગર તથા બહોળા પ્રમાણ માં વિદ્યાર્થીઓ અને વાલિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાં આવીહતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon