દૂધસાગર રોડ પરના રીક્ષાચાલકે વ્યાજખોરને રકમ ચૂકવી છતાં 1500 રૂપરડીની ઉઘરાણી - At This Time

દૂધસાગર રોડ પરના રીક્ષાચાલકે વ્યાજખોરને રકમ ચૂકવી છતાં 1500 રૂપરડીની ઉઘરાણી


કોઠારીયા રોડ નજીક આનંદનગર કોલોનીમાં કાળા પથ્થર ક્વાર્ટરમાં રહેતા અને ઈલેક્ટ્રિક વાયરીંગનું કામ કરતાં મહમદભાઈ કાસમભાઈ રાઉમા (ઉં.વ.36)એ વ્યાજખોર શાંબિર આમદભાઈ ભાણુ (રહે.જંગલેશ્વર) સામે ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેઓએ જણાવ્યું કે,તેઓને પૈસાની જરૂર હોય જેથી થોરાડા વિસ્તારમાં આવેલી મોહબ્બત ખપે નામની ટ્રસ્ટની ઓફિસ ચલાવતા શાબિર આમદ ભાણું પાસેથી 10 હજાર વ્યાજે લીધા હતા.જે નાણાં વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં શાબિરભાઈએ ધાકધમકી આપી મૂળ રકમ અને ચાર ટકા લેખે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.
તેમણે ઉઘરાણી કરતા ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે હેડકોન્સ્ટેબલ ગીરિરાજસિંહ જાડેજાએ તપાસ શરૂ કરી હતી. બીજા બનાવમાં દુધસાગર રોડ પર ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો ફારૂક ઈકબાલભાઈ પરમાર (ઉં.વ.28)એ વ્યાજે લીધેલા રૂા.5 હજાર પરત ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોર આરીફ ગફારભાઈ પઠાણ(રહે.ગંજીવાડા શેરી નં.8)એ ધાકધમકી આપી વ્યાજના વધુ રૂ.1500ની માંગી પઠાણી ઉઘરાણી કર્યાની ક્રાઈમબ્રાન્ચમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે.આ બનાવ અંગે એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.