બેડીનાકા પાસે આવેલ સ્કૂલમાં વિદ્યાર્થીને અન્ય છાત્રાએ ઢીકાપાટુનો મારમાર્યો

બેડીનાકા પાસે આવેલ સ્કૂલમાં વિદ્યાર્થીને અન્ય છાત્રાએ ઢીકાપાટુનો મારમાર્યો


બેડીનાકા નકલંક શેરીમાં નકલંક મંદિર નજીક રહેતાં 10 વર્ષના છાત્રને શાળામાં રિશેષ વખતે બીજા છાત્રોએ અગાઉની માથાકુટને કારણે ઢીકાપાટુનો માર મારતાં શરીરે ઇજા પહોંચતા સારવારમાં દાખલ કરવો પડયો હતો. બનાવ અંગેની વિગત અનુસાર, બેડીનાકામાં રહેતાં હર્ષાંગ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.10) દરબારગઢ પાસે બાવાજીરાજ શાળામાં ધોરણ-5માં ભણે છે.
ગઇકાલે રિશેષ પડી ત્યાલરે લઘુશંકા કરવા મુતરડીમાં ગયો હતો, ત્યામરે અન્ય વર્ગના બે ત્રણ વિદ્યાર્થીઓએ ઝઘડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. ઘરે જઇ તેણે શરીરમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં પિતાએ હોસ્પિરટલમાં ખસેડતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. અગાઉ હર્ષાંગને એક છાત્ર સાથે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી મારકુટ કરવામાં આવ્યાઇનું જણાવાયું હતું. રાતે સારવાર બાદ તેને હોસ્પિતટલમાંથી રજા અપાઇ હતી. તેના પિતા રાજુભાઇ વાળંદ કામ કરે છે. તેણે કહ્યું હતું કે અગાઉ ડખ્ખોિ થયો ત્યા રે શાળામાં રજૂઆત પણ કરી હોવા છતાં મારકુટ કર્યાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »