સિંગોર ગામે આવેલ ધડા ડુંગર ઉપર ડ્રોન કેમેરા ની મદદ લઈ ઇમારતી ઝાડો નું વાવેતર કરવામાં આવ્યું
દેવગઢ બારીયા તાલુકાના સિંગોર ગામે બારીયા વન વિભાગ દ્વારા આર એમ પરમાર નાયબ વન સંરક્ષક ના માર્ગદર્શન હેઠળ બારીયા રેંજ ના સિંગોર ગામના ધડો ડુંગર જે દુર્ગમ વિસ્તાર છે કે જ્યાં મનુષ્ય પહોંચી શકે તેમ નથી તેવા 20 હેક્ટર વિસ્તારમાં વન સંવર્ધન હેતુ આધુનિક પદ્ધતિ ડ્રોન દ્વારા જુદી જુદી 10 જાતો જેવી કે ખેર ,વાસ ખાખરો ,બોર ,કરમદા ,સાગ વિગેરે જાતોના 200 કિલો જેટલા બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું. દેવગઢબારીયા વનવિભાગ ના નોર્મલ રેન્જ ના પરીક્ષેત્ર વનઅધિકારી આર એમ પુરોહિત તેમજ સ્ટાફ ના વનકર્મીઓ એ જહેમત ઉઠાવી ડુંગર ને હરિયાળો બનાવવા પ્રયાસ કર્યો છે.ભવિષ્યમાં આ કીમતી જાતો ને સંરક્ષણ પૂરું પાડવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને ડુંગરને હજુપણ વધારે રળિયામણો અને હરિયાળો બનાવવા માટે બીજાં પણ કેટલાક ઝાડો નું વાવેતર કરવામાં આવનાર હોવાનું આરએફઓ પુરોહિતે જણાવ્યું છે.
રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.