સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય આઝમ ખાનની તબિયત લથડી
નવી દિલ્હી, તા. 4 ઓગસ્ટ 2022,ગુરુવાર સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય આઝમ ખાનની તબિયત લથડી છે. બુધવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટરે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે સમાજવાદી પાર્ટીના નેતા મોહમ્મદ આઝમ ખાન (74)ને ફેફસાના ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે લખનૌના મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને ક્રિટિકલ કેર ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની તબિયત હવે સ્થિર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.