એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું


શહેરના રેસકોર્સ રીંગરોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી પટેલ આઈસ્ક્રીમના વેઇટર આપઘાત કરી લીધો હતો.આ બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તેમજ તેમના મૃત્યુ દેહને સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
આ બનાવની તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. વધુ વિગતો મુજબ,રેસકોર્સ રીંગ રોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા લલિત ધનબહાદુર સોની(ઉ.વ.32) તે આજે બપોરના સમયે રેસકોર્સ રીંગરોડ ના પાંચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. એપાર્ટમેન્ટની નીચે પાર્કિંગ સ્થળે અવાજ આવતા જ લોકો એકઠા થઇ ગયા હતા.તેઓ ત્યાં જોયું તો લલિતનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.ત્યારબાદ કોઈએ પોલીસમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ત્યારે 108ના ઇએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો.તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.લલિત બે ભાઈ એક બહેનમાં મોટો છે.તેમને સંતાનમાં એક પુત્ર છે તેમની પત્ની દિલ્લી રહે છે.આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વસવેલીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેઓના જણાવ્યા મુજબ,લલિત મોરબી થી 13 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને બે દિવસ પહેલા જ પટેલ આઈસ્ક્રીમ માં વેઈટરની નોકરીએ લાગ્યો હતો.તે પટેલ આઈસ્ક્રીમના સ્ટાફ રુમમાં રહેતો હતો.તેમણે કયા કારણોસર પગલું ભરી લીધું છે?તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »