મહિસાગર : કડાણા તાલુકા મા આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિજ્ઞાન – ગણિત – પર્યાવરણ પ્રદર્શન સંકુલ – ૩ મંથન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
મહિસાગર બ્રેકિંગ.....
મહિસાગર જિલ્લા નાં કડાણા તાલુકા મા આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન સંકુલ - ૩ મંથન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે સંકુલ 3 કક્ષા નો વિજ્ઞાન, ગણિત તથા પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ કાર્યક્રમમાં એમ. જી. એસ. કેળવણી મંડળ નાં પ્રમુખ શ્રી ડૉ. હિરેનભાઈ પ્રબોધકાન્ત પંડ્યા, મંત્રી શ્રી વી. એ. પંડ્યા, જિલ્લા માથી નિરીક્ષક શ્રી આર. એલ. પટેલીયા, સંકુલ ૩ નાં સંયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી બી. કે. પટેલ, કારોબારી સભ્ય શ્રી ઓ, વિવિધ શાળા નાં આચાર્ય શ્રી ઓ, વિવિધ શાળાના શિક્ષક શ્રી ઓ તથા વિદ્યાર્થી ઓ એ પણ હાજરી આપી હતી સ્વાગત ગીત અને પુષ્પગુચ્છ દ્વારા પધારેલ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રદર્શન કાર્યક્રમ માં આ સંકુલ માં આવતી શાળાઓ માંથી વિવિધ પ્રકારની ૪૬ જેટલી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ કૃતિઓ પધારેલ મહેમાનો એ તથા વિદ્યાર્થી ઓ એ હોશભેર નિહાળી હતી આ કાર્યક્રમ માં હાજરી આપનાર દરેક સ્પર્ધકો તથા મહેમાનો માટે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આમ શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે આનંદ ભેર સંકુલ - ૩ કક્ષા ના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.