જામનગરમાં ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવતી ફેક્ટરીના વધુ એક ફરાર સંચાલકને SOGએ પકડી પાડ્યો - At This Time

જામનગરમાં ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવતી ફેક્ટરીના વધુ એક ફરાર સંચાલકને SOGએ પકડી પાડ્યો


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરમાં વિજયનગર જકાતનાકા પાસે થી એસ.ઓ.જી. શાખાની ટીમે તાજેતરમાં ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવતી એક ગેરકાયદે ફેક્ટરી પકડી પાડી હતી જેમાં એક આરોપીને ફરારી જાહેર કરાયો હતો. જે આરોપીને એસોજીની ટીમે હાઇવે હોટલ પરથી પકડી પાડયો છે.આ અંગેની વિગતે એવી છે કે જામનગરમાં વિજયનગર જકાતનાકા વિસ્તારમાં બે શખ્સો દ્વારા ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવવા માટેની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, જેના પર એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડી એક ફેક્ટરી સંચાલક સહિત બે ને ઝડપી લીધા હતા, અને સંખ્યાબંધ ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કર્યો હતો. જે પ્રકરણમાં વિજયનગર જકાતનાકા પાસે રહેતા સામત હરદાસભાઇ ગોજીયા નામના શખ્સની પણ સંડોવણી ખુલી હતી, અને તે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો હતો. દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગર નજીક હાઈવે રોડ પર એક હોટલ પાસે ઉભો છે, તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ દરોડો પાડી સામત હરદાસ ગોજીયાને પકડી પાડ્યો છે, અને તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. ઉપરોક્ત આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બનાવટી ઇન્જેક્શનનો બનાવવા સંબંધે ગુનો દાખલ થયેલો છે. ઉપરોક્ત પ્રકરણમાં ધરપકડાનો આંક ત્રણનો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon