IPL 2022 : આઈપીએલ 2022માં પડ્યા આટલા વિકેટ, જાણો ફાસ્ટર અને સ્પિનરમાંથી કોણે મારી બાજી

IPL 2022 : આઈપીએલ 2022માં પડ્યા આટલા વિકેટ, જાણો ફાસ્ટર અને સ્પિનરમાંથી કોણે મારી બાજી


IPL 2022 તેના અંતિમ તબક્કામાં છે. પ્લેઓફ માટેની લડાઈ તેજ થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સ, લખનૌ અને રાજસ્થાનની ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ચોથા નંબર માટે બેંગલુરુ, દિલ્હી અને પંજાબ વચ્ચે જંગ છે. રિષભ પંતની ટીમનો નેટ રન રેટ સારો હોવાને કારણે દિલ્હીની ટીમ તેમાં આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. IPL 2022 માં આ તમામ ટીમોની સફર કેવી રહેશે તે આવનારી બે-ત્રણ મેચોમાં ખબર પડશે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આ IPL 2022 માં બોલરોએ અત્યાર સુધીમાં કેટલી વિકેટ ઝડપી છે. સાથે જ સ્પિન કે ફાસ્ટ બોલરમાંથી કોણ આ રેસમાં આગળ છે.

IPL 2022માં અત્યાર સુધી બોલરો 789 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. અને જો એવરેજની વાત કરવામાં આવે તો 26.18 એટલે કે લગભગ 26 રન આપ્યા પછી એક વિકેટ પડી છે અને 18 બોલ બાદ એક વિકેટ બોલર પોતાના નામે કરવામાં સફળ રહ્યા છે.

હવે વાત કરીએ સ્પિનરો અને ફાસ્ટર્સ વિશે જેમણે સૌથી વધુ વિકેટ ઝડપી છે. 789માંથી 505 વિકેટ ફાસ્ટ બોલર પોતાના નામે કરવામાં સફળ રહી છે અને 230 વિકેટ સ્પિનરોએ ઝડપી છે. ઝડપી બોલરોને આગળ નિકળવાનું કારણ મુંબઈના મેદાનોની પીચ છે. જોકે સ્પિનર ​​ચહલ સૌથી વધુ વિકેટ લેવાના મામલે સૌથી આગળ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »