મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ઘોડિયાર અને ભેકોટલીયા ખાતે મહી પૂનમ નો મેળો ખૂબ ધાધમથી ઊજવવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sn6hcampgl8jsnxu/" left="-10"]

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ઘોડિયાર અને ભેકોટલીયા ખાતે મહી પૂનમ નો મેળો ખૂબ ધાધમથી ઊજવવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ઘોડિયાર અને ભેકોટલીયા ખાતે મહી પૂનમ નો મેળો ખૂબ ધાધમથી ઊજવવામાં આવ્યો.

મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકામાં મહીનદી પર આવેલ કડાણા ડેમ ભેકોટલીયા બાવજી નાં સ્થાનકે અને નદીનાથ મહાદેવ મંદિર ઘોડિયાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચડાવવા માં આવી આ દીવસે આ સ્થાનકે દૂર દૂર થી લોકો માનતા છોડવા અને માનતા લેવાં આવે છે તેથી દર વર્ષે અહીં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે અહીં દર વર્ષે મહી પૂનમ નો મેળો ભરાય છે.

આ વર્ષે પણ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા બાવજી અને નદીનાથ મહાદેવના સ્થાનકે મેળામાં આજુબાજુ ના વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને મેળાની મજા માણી હતી.
આ વર્ષે અગાઉ ૯ મી ઓગસ્ટ નાં રોજ ભેકોટલીયા ડુંગર ઉપર મૂકવામાં આવેલ આદિવાસી સમાજ ના ભગવાન ગણાતા બિરસા મુંડા ની પ્રતિમા ખૂબ જ આકર્ષણ નું કેન્દ્ર બની હતી તથા ઘોડીયાર મુકામે શિવજીની મોટી મૂર્તિ આકર્ષણ નું કેન્દ્ર બની છે.

રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]