ગિરસોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા નો સપાટો..(જીતેન્દ્ર ઠાકર ઉના)
ખાણ-ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂ. ૨૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મુદ્દામાલમાં મોજે.રાતડ, તા.ગીર ગઢડા ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ એક ટ્રેકટર પકડી પાડવામાં આવ્યું હતું.
આ જ રીતે રાતડ, તા.ગીર ગઢડા ખાતે આવેલ ખાનગી માલિકીની બે અલગ-અલગ જગ્યાએથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનીજના ગેરકાયદેસર ખનન સબબ છ ચકરડી મશીન અને બે જનરેટર મશીન પકડી પાડવામાં આવ્યાં હતાં.
જપ્ત કરેલાં આ મુદ્દામાલને નાયબ કલેક્ટર કચેરી ક્મ્પાઉન્ડ, ઉના ખાતે રાખવામાં આવ્યો છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
