પાદેડી અડોડ પ્રાથમિક શાળામાં આયનની ગોળી આપતા 10 બાળકોની તબિયત લથડી
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં પાદેડી અડોડ ગામે આવેલ પ્રાથમિક શાળાના 40 બાળકોને આયનની ગોળીનો ડોજ આપતા શાળાના 10 બાળકોની તબિયત લથડી હતી.જયારે બાળકો ને જીભ પર કાળાશ અને પેટ માં દુખાવો થતા વાલીઓ ને જાણ કરવામાં આવેલ હતી.પ્રાથમિક માહીતી મુજબ શાળામાં બાળકોને એનિમિયા મુક્ત ભારત અંતગર્ત આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી આ આયનની ગોળી આપવામાં આવેલ હતી.જેમાથી શાળાના 10 બાળકોની તબિયત લથડી હતી.બાળકો ને 108 ની મદદ લઇ સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને તમામ બાળકો હોસ્પિટલમાં ને દેખ રેખ હેઠળ રાખવામાં આવ્યા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.