ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર નો બાબરા તાલુકાના મોટા દેવળીયા,ચમારડી,ઘૂઘરાળા અને ચરખામાં ચૂંટણી પ્રચાર વેગવંતો

ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર નો બાબરા તાલુકાના મોટા દેવળીયા,ચમારડી,ઘૂઘરાળા અને ચરખામાં ચૂંટણી પ્રચાર વેગવંતો


ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર નો બાબરા તાલુકાના મોટા દેવળીયા,ચમારડી,ઘૂઘરાળા અને ચરખામાં ચૂંટણી પ્રચાર વેગવંતો
વિશાળ સંખ્યામાં લોકોને સંબોધન કરી ભાજપ સરકારપર આકરા પ્રહાર કર્યા.....
બે રોજગારી,મોંઘવારી મુદ્દે રાજ્ય સરકારને આડેહાથ લેતા ઠુંમર...
લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નો બાબરા તાલુકામાં ચૂંટણી પ્રચાર વેગવંતો જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત જન સભામાં મોટી સંખ્યામાં લોકો ની ભીડ જોવા મળી રહી છે સમી સાંજે અને રાત્રી સમયમાં સ્વંયભુ લોકો જુવાળ ઉભો થઇ રહ્યો છે
બાબરા તાલુકામાં મોટા દેવળીયા,ચમારડી,ચરખા,ઘૂઘરાળા,અને ચરખામાં લોકો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
અહીં ગામના ચોકમાં આયોજિત જન સભાને સંબોધતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ભાજપના સાશનમાં કારમી મોંઘવારીના કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે તેમજ યુવાનો બેરોજગાર બન્યા છે ખેતી મોંઘી થતા ખેડૂતોની સ્થિતિ કફોળી બની છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખર્ચામાં વધારો કરી દેતા ખેડૂતોને ખેતી કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે
ત્યારે આગામી દિવસોમાં રાજ્યની જનતા કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ આપી સરકાર બનાવશે અને ભાજપના ક્રૂર સાશન ને જાકરો આપશે તે ચોક્કસ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »