રામેશ્વર મંદિર થી લઈને આસોડિયા સોસાયટી નો રસ્તો બિસ્માર હાલતમાં….
મેઘાણીનગર પાસે આવેલા રામેશ્વરમંદિર થી લઈ ને અસોડીયા સોસાયટી સુધી રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે
મેઘાણીનગર માં આવેલા રામેશ્વર ચાર રસ્તા પાસે ત્રણ મહિના પહેલા અમદાવાદ કોર્પોરેશન દવ્રારા રામેશ્વર મંદિર થી ભાર્ગવ રોડ સુધી રસ્તો પોહ્ળો કરવામાં આવ્યો હતો
અને લોકોને અવર જવર માં તકલીફ ના પડે માટે આ રોડ ની આજુ બાજુ આવતા મકાન દુકાન અને અનેક બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા
અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો પણ હવે મુશ્કેલી એવી થઇ છે કે આ રસ્તા બિસ્માર હાલત માં જોવા છે રોડ તૂટેલી હાલત માં જોવા મળી રહ્યો છે લોકો ને અવર જવર માં અને વાહન ચલાવવા માં તકલીફ પડી રહી છે કોર્પોરેશન દવ્રારા આ રોડ ની આજુ બાજુ દબાણ તો હટાવી દીધા પણ આજુ બાજુ પડેલો કાટમાળ હજુ સુધી હટાવ્યો નથી લોકો ફરિયાદ કરી ને થાકી ગયા પણ આ રસ્તા ને રીફ્રેશ કે નવો ડામર કે પેચ વર્ક કરવા માં આવ્યું નથી આ રોડ પર સ્કુલ આવેલી છે સ્કુલ માં આવતા બાળકો પણ આવતા જતા તકલીફ પડે છે અહીના કોર્પોરેટર ઓં એ અનેક વખત તંત ને ફરિયાદ કરી પણ આ રોડ હજુ સુધી રીપેર કરવામાં આવ્યો નથી લોકો ને ચાલવા માં તકલીફ પડી રહી છે તો આશા છે કે આગામી આવતા દિવાળી ના તહેવાર પેહલા આ રોડ ને રીફ્રેશ કરવામાં આવે અને લોકો ને પડતી હાલાકી નો અંત આવે
દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.