ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે 4 દિવસ પહેલાં 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને લઈને આજે દશનામ ઞૌસ્વામી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હત્યારાને ફાંસી આપવા કરી માંઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/slpm0tu0uyv4oe7h/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે 4 દિવસ પહેલાં 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને લઈને આજે દશનામ ઞૌસ્વામી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હત્યારાને ફાંસી આપવા કરી માંઞ


તા:16 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનકડા એવા જંત્રાખડી ગામે 4 દિવસ પહેલા 8 વર્ષની બાળકી ઉપર જનહદ કૃત્ય રાક્ષસી કૃત્ય કર્યું હતું આ નાની બાળાને પટાવી-ફોસલાવી શામજી સોલંકી નામના શખ્સે બીડી-બાકસ લેવાના બહાને પટાવી ફોસલાવીને તેમના ઘરે બોલાવીને દરવાજો બંધ કરી દીધો હતો અને આ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને આ રાક્ષસી કૃત્યથી પણ સંતોષ નાં થતાં આ બાળાની હત્યા કરવામાં આવી હતી જેમનું પાપ પોકારી રહ્યું હોય એટલે આ બાળાને એક કોથળામાં ભરીને પી.જી.વી.સી.એલ જેટકો પાવર પ્લાન્ટની નજીક લાશને ફેંકી દેવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ધમધમાટ શરૂ કરતા આ આરોપીનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય એ રીતે તપાસ કરતાં તાત્કાલિક ઞણતરીની કલાકોમાં આ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી જેમના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં પડ્યા હતા

ત્યારબાદ આજે ઉના પ્રાંત કચેરી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું હતું કે આ એક ગરીબ ઘરની કુમળી વયની બાળા ઉપર રાક્ષસી કૃત્ય થયું હોય આ આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય અને કડકમાં કડક સજા કરી અને એમના માતા-પિતાને ન્યાયતંત્ર દ્રારા જલદીને જલ્દી ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી છે અને આરોપીને કડકમાં કડક સજા કરીને જલ્દી ને જલ્દી કોર્ટમાં કેસ ચલાવીને ટુક સમયમાં ફાંસીની સજા આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે જેમાં કોડીનાર તાલુકાના બાર એસોસિએશન દ્રારા તમામ વકીલ પણ આ આરોપીને કોર્ટમાં કેસ ચલાવવા માટે પણ સહયોગ કરવામાં આવશે નહીં એવી પણ ખાતરી આપી છે અને આ ગરીબ માતા-પિતાને મુખ્યમંત્રી ફંડ માંથી આર્થિક મદદ પણ કરે એવી પણ આક્રોશ સાથે રેલીમાં માંગણી કરવામાં આવી છે અને આજે ઉના પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોડીનાર તાલુકામાં મહિલા મંડળ દ્વારા 200 બહેનોએ આક્રોશ સાથે રેલી પણ કાઢવામાં આવી હતી જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ઞીર ઞઢડા સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]