શ્રી સરોડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી - At This Time

શ્રી સરોડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી


આજરોજ થાનગઢ તાલુકાની શ્રી સરોડી પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના વિવિધ સાધનોનું પ્રદર્શન તેના ઉપયોગો તેમજ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને વિવિધ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકો વિશે વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તેમજ અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ એસએમસીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં હિતેશભાઈ ઝાલરીયા જાગૃતીબેન પટેલ પ્રિયાબેન મકવાણા તેમજ સ્ટાફ ના તમામ મિત્રોએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.