મેડ ઇન અમરેલી કલામ ઈનોવેટીવ સ્કૂલની ટીમને જી.ટી.યુ વેન્ચર્સ સંકુલ એવોર્ડ સેરેમની ખાતે સ્ટાર્ટ અપ સ્ટુડિયોના કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા.
મેડ ઇન અમરેલી
કલામ ઈનોવેટીવ સ્કૂલની ટીમને જી.ટી.યુ વેન્ચર્સ સંકુલ એવોર્ડ સેરેમની ખાતે સ્ટાર્ટ અપ સ્ટુડિયોના કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા.
અમરેલી કલામ ઈનોવેટીવ સ્કૂલની ટીમને જી.ટી.યુ વેન્ચર્સ સંકુલ એવોર્ડ સેરેમની ખાતે સ્ટાર્ટ અપ સ્ટુડિયોના કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા.
ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલની અંદર કાર્યરત કલામ યૂથ સેન્ટર સ્ટાર્ટ અપ સ્ટુડિયોની અંદર વિધાર્થીઓ દ્વારા જાતે પ્રોડક્ટ કરવામાં આવે છે અને ૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓ ધંધો કરી રહ્યા છે અને કમાણી કરી રહ્યા છે.શાળા દ્વારા અભ્યાસ સિવાયના સમયમાં વિધાર્થીઓ કામ કરી શકે તેના માટે એક ખાસ સ્ટાર્ટઅપ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટાર્ટઅપ સ્ટુડિયોની અંદર લેસર કટર, ટી શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ જેવા મશીનો આપવામાં આવ્યા છે. આ મશીનની અંદરથી વિધાર્થીઓ વિવિધ પ્રોડક્ટસ બનાવે છે અને તેની સંપૂર્ણ કમાણી જે-તે વિધાર્થીઓને મળે તેવી વિશિષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ વુડન ડ્રાયફ્રુટ બોક્સ,વુડન વોલ ક્લોક,વુડન લેડીઝ પર્સ, જેવી અવનવી પ્રોડક્ટસ જાતે બનાવી રહ્યા છે. આ દરેક પ્રોડક્ટ પર મેડ ઇન અમરેલી અને મેડ બાય સ્ટુડન્ટ્સ જેવો વિશિષ્ટ ટેગ મારેલો છે.
કલામ યુથ સેન્ટર સ્ટાર્ટ અપ સ્ટુડિયોના માધ્યમથી છેલ્લા ૬ મહિનાની અંદર વિધાર્થીઓ ૬ લાખથી વધુની પ્રોડક્ટ્સ વેચી ચૂક્યા છે અને અઢળક કમાણી કરી રહ્યા છે.આ સ્ટાર્ટ અપ સ્ટુડિયોને વિધાર્થીઓનો ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે અને વિધાર્થીઓ નાની ઉંમરમાં આત્મ નિર્ભર પણ બની રહ્યા છે.આ સમગ્ર કોન્સેપ્ટને જી.ટી.યુ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
