કોઠારિયામાં 45.85,રેસકોર્સમાં 45.51, ત્રિકોણબાગે 45.21 ડિગ્રી - At This Time

કોઠારિયામાં 45.85,રેસકોર્સમાં 45.51, ત્રિકોણબાગે 45.21 ડિગ્રી


ગરમી દિન પ્રતિદિન વધુ જોર પકડી રહી છે. સૌરાષ્ટ્ર જાણે કે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં ગુરુવારે 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં સેન્સર મુક્યા છે. ગુરુવારે સેન્સરમાં ત્રિકોણબાગ, કોઠારિયા, રેસકોર્સ રિંગ રોડ, મહિલા કોલેજ વિસ્તારમાં તપામાનનો પારો 45 ડિગ્રીને પાર થતા લોકો અકળાયા હતા અને બપોરના સમયે મુખ્ય બજારો, રસ્તાઓ સૂમસામ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image